નવી દિલ્હી: યુરોપીય સંઘના દેશોની મુલાકાત લેવા વિઝા મેળવવા હવે આસાન બની જશે. નિયત કરેલી કિંમત ચૂકવો તો ઘેરબેઠા વિઝા મળી રહે તેવી નવી વ્યવસ્થા અમલી બની ચૂકી છે. વીએફએસ ગ્લોબલ એજન્સીને આ માટેની આઉટસોર્સિંગ કામગીરી સોંપાઈ છે. આ કંપનીના એજન્ટ વિઝા ઇચ્છુકના ઘરની મુલાકાત લઇને બાયોમેટ્રિક પણ એકત્રિત કરશે. વિઝા સબમિશન ઓફિસર પેપર કલેક્ટ કરવા ઘરની મુલાકાત પણ લઇ શકે છે.
બ્રિટનના વિઝા પ્રાપ્ત કરવા માટે ‘ઓન ડિમાન્ડ મોબાઇલ વિઝા’નો ભારતભરમાં આરંભ થઇ ચૂક્યો છે. હંગેરી, ડેનમાર્ક અને સ્લોવેનિયા પણ આ સેવા સાથે જોડાવા સહમત થઇ ચૂક્યા છે.