મિશનરીઓ અને ચેરિટી અને કેથોલિક આર્ક પંથકના ટોચના પ્રતિનિધિઓ મધર ટેરેસાના મધર હાઉસ મ્યુઝિયમમાં રાખેલા બ્લડ સેમ્પલને તેમને મોક્ષ અપાવવા માટે વેટિકન સિટી લઇ જશે. પરંપરા પ્રમાણે બ્લડ સેમ્પલને મધરના ફોટા આગળ શરીરના ભાગ તરીકે અર્પણ કરવામાં આવશે. મિશનરીઝ ઓફ ચેરિટીના ટોચના જનરલ સિસ્ટર પ્રેમા અને આર્ક બિશપ થોમસ ડિસોઝા પ્રતિનિધિમંડળની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમ મધરના જન્મ દિવસ ૨૪મી ઓસ્ટે અથવા તેમના અવસાન પામવાના દિવસ ૫મી સપ્ટેમ્બરે રાખવામાં આવી શકે. વર્લ્ડ કેથોલિક એસોસિયેશન ફોર કોમ્યુનિકેશનના અધ્યક્ષ સુનિલ લ્યુકાસે જણાવ્યં હતું કે, મોક્ષ માટે વ્યકિતના શરીરના કોઇ ભાગને લઇ જવાની પરંપરા છે. તેમાં વાળનો ભાગ અથવા હાડકાનો ભાગ કે લોહીનું સેમ્પલ પણ હોઇ શકે છે. આ કિસ્સામાં અમે મધરનાં લોહીના સેમ્પલનો ઉપયોગ કરીશું કારણ કે, તેને મ્યુઝિયમમાં સંભાળીને રાખવામાં આવ્યું હતું.