નવી દિલ્હીઃ વિવાદાસ્પદ નિવેદન કરનાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ પોતાના બ્લોગ પર મહાત્મા ગાંધીને નિશાન બનાવ્યા છે. તેમણે લખ્યું કે મહાત્મા ગાંધી અંગ્રેજોના એજન્ટ હતા જેમણે ભારતને નુકશાન પહોંચાડ્યું છે. કાત્જુએ બ્લોગમાં લખ્યું કે ગાંધી અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર કામ કરતા હતા. ગાંધીજી કારણે દેશમાં ઘણુ નુકશાન થયું છે. મહાત્મા ગાંધીના ભાષણો અને અખબારોમાં છપાયેલા લેખો જોઈને એવું જ લાગે છે કે તેમનો લગાવ હિન્દુ પ્રત્યે વધારે હતો. તેમના લેખો વાંચીને મુસલમાનો પર શું ફરક પડતો હશે. કાત્જુએ વધુમાં લખ્યું કે ગાંધીની સભાઓમાં હંમેશા હિન્દુ ભજન રઘુપતિ રાઘવ રાજા રામ...ના શબ્દો સંભળાતા હતા. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ કાત્ઝુ અગાઉ પણ ઘણીવાર મહાનુભાવોને નિશાનો બનાવી ચુક્યા છે પરંતુ આ વખતે તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર નિશાન સાધતા આ વિવાદ વધે તેવી પ્રબળ સંભાવના છે.