મહારાષ્ટ્ર, યુપી, દિલ્હીમાં ભારે વરસાદ

Wednesday 03rd August 2016 07:40 EDT
 
 

નવી દિલ્હીઃ પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ વચ્ચે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પહેલી ઓગસ્ટે પણ વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો. દિલ્હીમાં ભારે વરસાદથી એક મકાન ધરાસાઈ થતાં ૩ લોકોના મૃત્યુ થયા હતા. મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદના પરિણામે ડેમો ઓવરફ્લો થયા હતા. આસામ, બિહારમાં પૂરના પ્રકોપથી પ્રજાજનો ત્રસ્ત છે અને રાહતકામગીરી શરૂ થઈ છે એ દરમિયાન છૂટોછવાયો વરસાદ ચાલુ રહ્યો હતો. હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં છેલ્લાં કેટલાય દિવસથી ચાલુ રહેલાં વરસાદનું જોર થોડું ઓછું થયું હતું. પણ અન્ય રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાતી જોવા મળી હતી.
દિલ્હીના ઉત્તમ નગરમાં ભારે વરસાદના કારણે એક મકાન ધરાસાઈ થયું હતું, જેમાં ત્રણ લોકો દટાઈને મૃત્યુ પામ્યા હતા. એક ૨૬ વર્ષની મહિલા અને તેના બે બાળકો દટાયા હોવાનું સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું. દિલ્હીના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી. વરસાદના કારણે દિલ્હીનું જનજીવન ખોરવાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter