નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય જૂથની બેઠક માટે શુક્રવારે સંસદ પહોંચ્યા હતા. તેમણે બંધારણને નમન કર્યા પછી શિશ નમાવી પ્રણામ કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ‘મારા જીવનની દરેક ક્ષણ ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલા ભારતના બંધારણનાં મહાન મૂલ્યો પ્રત્યે સમર્પિત છે. આ આપણું બંધારણ જ છે, જેના થકી એક ગરીબ અને પછાત પરિવારમાં જન્મ જન્મ લેનારા મારા જેવા માણસને પણ રાષ્ટ્રસેવાની તક મળી છે.
નોંધનીય છે કે ચૂંટણીમાં વિપક્ષી જૂથોએ જોરશોરથી બંધારણનો મુદ્દો ઉઠાવ્યો હતો. કહ્યું હતું કે મોદી પાછા આવશે તો બંધારણ બદલી નાખશે. આ વખતે કુલ 131 એસસી-એસટી બેઠકમાંથી 53 જ ભાજપને મળી. 31 કોંગ્રેસ જીતી. જ્યારે 2019માં ભાજપે 77 અને કોંગ્રેસે માત્ર 10 બેઠક જ જીતી હતી.