રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિજેતા કલાકારોને સન્માનિત કર્યા હતા. દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાયકાઓ લાંબી કારકિર્દીનું સન્માન કરતા દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કર્યો હતો. જ્યારે ઋષભ શેટ્ટીને ‘કાંતારા’ માટે બેસ્ટ એક્ટરનો જ્યારે માનસી પારેખ (‘કચ્છ એક્સપ્રેસ’) અને નિત્યા મેનનને ‘થિરુચિત્રામ્બલમ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ એનાયત કરાયો હતો.