મુંબઇ શેરબજારમાં રોકાણકારોની સંખ્યા 10 કરોડને પાર

Wednesday 23rd March 2022 05:45 EDT
 
 

મુંબઈ: કોરોના મહામારી બાદ ભારતમાં શેરબજારના રોકાણકારો-ટ્રેડરોની સંખ્યા ઝડપભેર વધી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)માં રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સની સંખ્યા 10 કરોડના માઇલસ્ટોનને કુદાવી ગઇ છે. એક કરોડ નવા રોકાણકારો તો માત્ર 91 દિવસમાં ઉમેરાયા છે.
નવા રોકાણકારોની સંખ્યામાં ઝડપી વૃદ્ધિનું એક કારણ એલઆઇસી મેગા આઇપીઓ હોવાનું મનાય છે. આ આઇપીઓમાં એલઆઇસી વીમા પોલિસીધારકોને 10 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળવાની અટકળો વચ્ચે મોટી સંખ્યામાં એલઆઇસી પોલિસીધારકોએ ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યા છે. બીએસઇve આંકડા મુજબ 15 ડિસેમ્બરે તેના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની કુલ સંખ્યા 9 કરોડ હતી જે 16 માર્ચના રોજ 10 કરોડને વટાવી ગઇ છે. વર્ષ 2008માં બીએસઇના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની સંખ્યા પહેલીવાર 1 કરોડે પહોંચી હતી. આમ 13 વર્ષમાં રોકાણકારોની સંખ્યામાં 10 ગણી વધીને 10.08 કરોડ થઇ છે. હાલ બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ બજારમૂલ્ય રૂ. 254.45 લાખ કરોડ છે.
પહેલા ક્રમે મહારાષ્ટ્ર, ગુજરાત બીજું
જો સૌથી વધારે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ ધરાવતા રાજ્યોની વાત કરીયે તો મહારાષ્ટ્ર મોખરે છે અને ત્યાં 2.06 કરોડ રોકાણકારો છે જે કુલ સંખ્યાના લગભગ 21 ટકા છે. ગુજરાત 1.01 કરોડ કે 11 ટકા રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ સાથે બીજા ક્રમે છે. તેવી જ રીતે મધ્ય પ્રદેશમાં 46 લાખ, પંજાબમાં 22 લાખ, હરિયાણામાં 31.9, રાજસ્થાનમાં 56.30, ઉત્તર પ્રદેશમાં 85.43, દિલ્હીમાં 48.66, છત્તીસગઢમાં 9.1 લાખ, બિહારમાં 30.61 લાખ અને ઝારખંડમાં 15.41 લાખ રોકાણકારો છે. ફેબ્રુઆરીની તુલનામાં 31.82 લાખ રોકાણકારો ઉમેરાયા છે.
અસમમાં સૌથી વધુ રોકાણકાર વધ્યા
દેશમાં મણિપુર, મધ્ય પ્રદેશ, લક્ષ્યદ્વીપ, ઓરિસા, અસમ અને અરુણાચલ પ્રદેશમાં સૌથી વધુ નવા રોકાણકારો ઉમેરાયા છે. આ રાજ્યોમાં રોકાણકારોની સંખ્યામાં 100થી 300 ટકાનો વધારો થયો છે. જેમાં અસમમાં રોકાણકારોની સંખ્યા વાર્ષિક તુલનાએ 286 ટકા વધી છે જ્યારે સમગ્ર દેશમાં 58 ટકાની વૃદ્ધિ થઇ છે. મધ્ય પ્રદેશમાં રોકાણકારોની સંખ્યા એક વર્ષમાં 109 ટકા, છત્તીસગઢમાં 77 ટકા, બિહારમાં 116 ટકા, રાજસ્થાનમાં 84.8 ટકા અને ઉત્ત રપ્રદેશમાં 84 ટકા રોકાણકારો વધ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter