મુંબઇમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટઃ પનાં મોત

Friday 27th May 2016 08:40 EDT
 
 

મુંબઇઃ શહેરના પરા વિસ્તાર ડોમ્બિવલી પૂર્વના એમઆઇડીસી ફેઝ-૨માં આવેલી આચાર્ય ગ્રૂપની હર્બર્ટ બ્રાઉન ફાર્માસ્યુટિકલ એન્ડ રિસર્ચ લેબોરેટરીઝના બોઇલરમાં ગુરુવારે જોરદાર વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી અને ફેક્ટરીનું બિલ્ડિંગ તૂટી પડયું હતું. દુર્ઘટનામાં પાંચના મૃત્યુ થયા છે જ્યારે ૮૦થી વધુને ઇજા થઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃત્યુ આંક હજુ વધી શકે છે. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે પાંચ કિલોમીટરના વિસ્તારમાં તેનો અવાજ સંભળાયો હતો. ધડાકાની તીવ્રતાને કારણે આજુબાજુનાં મકાનો અને દુકાનોના કાચ તૂટી ગયા હતા. આગ આજુબાજુની અન્ય પાંચથી છ કંપનીઓમાં પણ ફેલાતાં મોટા પ્રમાણમાં લોકો જખમી થયાં હતાં. જાણે ભૂકંપ થયો હોય તેવું દૃશ્ય લાગતું હતું. ઘાયલો અહીંતહીં નાસતાં નજરે પડયાં હતાં. અકસ્માતમાં સાંજ સુધી ૫ જણનાં મોત થયાં હતાં અને ૮૫ કરતાં વધુ ઘાયલ થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter