વડાલાની સંઘવી હાઇટ્સમાં મૂળ ગુજરાતની અને અત્યારે મુંબઈમાં રહેતી ૨૫ વર્ષની મોડલ મિસબાહ કાદરીને તે મુસ્લિમ હોવાથી ફ્લેટમાંથી હાંકી કઢાઈ છે. મિસબાહ હવે નેશનલ હ્યુમન રાઇટ કમિશનમાં આ મામલો ઉઠાવશે. મિસબાહે તેની બે હિન્દુ સહેલીઓ સાથે રહેવા બ્રોકર બંસલનો સંપર્ક કરી કરાર કરવાનો હતો. જોકે મિસબાહ મુસ્લિમ હોવાની જાણ થતાં બ્રોકરે તેને રહેવા માટે મંજૂરી આપી નહોતી. તેણે મિસબાહ પાસે એનઓસી માગ્યું કે, જો કોઇ મુસ્લિમ હોવાથી હેરાન કરે તો તેની જવાબદારી નહીં. જોકે મિસબાહ કરાર કર્યા વગર જ રહેવા આવી ગઇ હતી, પરંતુ બંસલે દબાણ કરી તેને હાંકી કાઢી હતી. આ અંગે સોસાયટીના રહિશનું કહેવું છું કે તેમના બિલ્ડિંગમાં ઘણા મુસ્લિમ પરિવારો રહે છે. અત્યારે મિસબાહ બાંદરામાં રહે છે. મિસબાહ મુંબઈમાં પાંચ વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહી છે.