મુંબઈમાં અધધધ રૂ. ૬,૭૦૦ કરોડનો પ્રોપર્ટી સોદો

Friday 07th October 2016 04:54 EDT
 

મુંબઈ: ભારતના સૌથી મોટા કોમર્શિયલ પ્રોપર્ટી સોદામાં બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટે હીરાનંદાની ગ્રૂપની ઓફિસ અને રિટેલ સ્પેસ ખરીદવા રૂ. ૬,૭૦૦ કરોડમાં કરાર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હીરાનંદાની ભાઈઓ નિરંજન અને સુરેન્દ્ર ભાગીદારીમાં પવઈ ખાતે ૪૫ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ઓફિસ અને રિટેલ સ્પેસ ધરાવે છે.

પ્રોપર્ટી એકાદ દાયકાથી વધુ સમયમાં વિકસાવવામાં આવી હતી. સોદાના નિર્ણયને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT)ના લિસ્ટિંગ અથવા હિસ્સાના વેચાણની તૈયારી તરીકે જોવામાં આવી રહ્યો છે. REITના લિસ્ટિંગ દ્વારા ઓફિસ એસેટ્સ જાળવી શકાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નિરંજન હીરાનંદાનીના પુત્રી પ્રિયા વાંદ્રેવાલાએ પિતા અને ભાઈ દર્શન હીરાનંદાની વિરુદ્ધ દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી છે. જેમાં બંનેને ભાગીદારી પેઢીનો હિસ્સો વેચતા અટકાવવા જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter