નવી દિલ્હીઃ આ વર્ષે મે મહિનાના અંત કે જૂનના પ્રારંભિક દિવસોમાં ચોમાસું દક્ષિણ કેરળમાં દસ્તક આપી શકે છે. હવામાન વિભાગ સહિત અનેક એજન્સીઓની ભવિષ્યવાણી અનુસાર આ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય કે તેના કરતા વધારે વરસાદ થઈ શકે છે. હાલ તો કોઈ પણ એજન્સીએ ચોમાસાનું પૂર્વાનુમાન પ્રસિદ્ધ કર્યું નથી, પણ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન હર્ષવર્ધને લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે મોનસૂનમાં થનારો વરસાદ ૧૦૬ ટકા રહે તેવી સંભાવના છે. તેમાં પાંચ ટકા વધઘટની સંભાવના છે.