મોદી સરકાર દ્વારા સામાજિક ધ્રુવીકરણ થાય છેઃ સોનિયા ગાંધી

Thursday 21st July 2016 07:57 EDT
 
 

નવીદિલ્હીઃ સંસદમાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું કે, ૧૨ તારીખે વિદેશ પ્રવાસેથી પાછા આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દલિતો પર થયેલા અત્યારની ઘટનાની વિગત મગાવી હતી. આ ઘટનાની ખૂબ જ દુખદાયક છે. તેમણે મારી સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી.

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ૨૦મીએ આ મુદ્દે મોદી સરકારની ટીકા શરૂ કરી હતી. તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, સરકાર સંસ્થાઓને અસ્થિર કરી રહી છે. સામાજિક ધ્રુવીકરણ કરી રહી છે અને પ્રજા પર પોતાની સંકુચિત માનસિકતા ઠોકી બેસાડવા માટે સંસદીય બહુમતીનો દુરુપયોગ કરી રહી છે. તેમણે કોંગ્રેસની સંસદીય દળની બેઠકમાં જણાવ્યું કે, સરકાર જૂઠ્ઠાણા ફેલાવી રહી છે અને માર્કેટિંગ સ્લોગનોનો ઉપયોગ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter