યુપીએની રૂ. ૧૩૮૭ કરોડની ડિફેન્સ ડીલમાં કટકીનો આરોપ

Wednesday 14th September 2016 09:16 EDT
 

નવીદિલ્હીઃ યુપીએ સરકારના સમયે બ્રાઝીલની એરક્રાફ્રટ નિર્માતા કંપનીની સાથે ૨૦૦૮માં ત્રણ જેટ વિમાન ખરીદવા માટેનો રૂ. ૧૩૮૭ કરોડનો એક સંરક્ષણ સોદો વિવાદોમાં છે. બ્રાઝીલના એક અખબાર મુજબ ત્રણ ઇએમબી-145 જેટ વિમાનોના સોદામાં વચેટિયાને લાંચ આપવાના મામલામાં બ્રાઝીલની વિમાન નિર્માતા કંપની એમ્બ્રાયર આરોપોના ઘેરામાં છે. બ્રાઝીલ અને અમેરિકી કાયદા મંત્રાલય તેની તપાસમાં લાગી ગયા છે.
ખુલાસા અંગે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)એ કંપની પાસે ૧૫ દિવસમાં સ્પષ્ટતાની માગણી કરી છે. જવાબ મળ્યા પછી આગળ કાર્યવાહી કરાશે. યુપીએ સરકારના સમયમાં થયેલા વીવીઆઇપી હેલિકોપ્ટર સોદા પછી શંકાના ઘેરામાં આવનાર બીજો સોદો છે.
એમ્બ્રાયરનો ભારત સાથે ૨૦૦૮માં સોદો થયો હતો. કંપની પાસેથી ડીઆરડીઓની ૨૫૨૦ કરોડ રૂપિયાની મહત્ત્વાકાંક્ષી એરબોર્ન અર્લી વોર્નિંગ એેન્ડ કન્ટ્રોલ સિસ્ટમ પરિયોજના માટે ત્રણ જેટ વિમાન ખરીદવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter