નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓ સંથન, મુરુગન અને પેરારિવલનને ફાંસીની સજા થશે નહીં તેવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી છે. કેન્દ્ર સરકારે આ ત્રણેયની આજીવન કારાવાસની સજા ફાંસીમાં બદલવા માટે ક્યુરેટિવ અરજીકરી હતી પરંતુ સુપ્રીમની બંધારણીય બેન્ચે તેને ફગાવી છે. સુપ્રીમ કોર્ટે દયાની અરજી પર વિલંબના આધારે ફેબ્રુઆરી ૨૦૧૪માં આ ત્રણેયના મૃત્યુદંડની સજાને અજીવન કારાવાસમાં ફેરવી હતી. ત્યાર બાદ તામિલનાડુ સરકારે ત્રણેયને જેલમાંથી છોડવાનો આદેશ આપ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકાર તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. કેન્દ્ર સરકારે ક્યુરેટિવ અરજી કરીને મૃત્યુદંડની સજા યથાવત રાખવાની માગ કરી હતી.