રિક્ષા ચાલક સાથે દુષ્કર્મનો પ્રયાસ, યુવતી ઝડપાઇ

Friday 17th July 2015 08:59 EDT
 

નવીદિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી મહિલાઓની સુરક્ષાના મુદ્દે વિશ્વમાં પંકાયેલી છે. પરંતુ હવે અહીં પુરુષો સામે પણ પડકારજનક સમય આવ્યો છે. તાજેતરમાં ઘટેલી એક ઘટનાથી ખુદ પોલીસ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગઇ હતી. આ કિસ્સા મુજબ એક યુવતીએ પોતાની બે સહેલી સાથે મળીને રિક્ષા ચાલક પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બળાત્કારનો પ્રયાસ કરનારી યુવતી રેણુ લાલવાનીની ધરપકડ કરી છે. આ ઘટનામાં તેને સાથ આપનારી અન્ય વિદેશી મહિલા તથા સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારીને એમએમએસ બનાવનારી બીજી એક યુવતીને પોલીસ શોધી રહી છે. સફદરજંગ એન્ક્લેવ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર વિશુદ્ધાનંદ ઝાએ જણાવ્યું કે, ફરાર યુવતીઓમાં એક સ્થાનિક છે જ્યારે બીજી ટાન્ઝાનિયાની હોવાનું જણાવાઈ રહ્યું છે, તેનું નામ હિતિજી હોવાની ચર્ચા છે.

શું બન્યું હતું?

રેણુ લાલવાની નામની મહિલા થોડા દિવસ પહેલા સાકેત વિસ્તારમાંથી ૪૧ વર્ષના ડ્રાઇવર ઉમેશ પ્રસાદની રિક્ષામાં અર્જુનનગર જવા નીકળી હતી. રસ્તામાં તેણે કેટલોક સામાન ખરીદવા રિક્ષા ઊભી રાખી. તેણે ઉમેશપ્રસાદ પાસે રૂ. ૩૦૦ ઉછીના માગ્યા અને ઘરે જઈને તમામ નાણા ચૂકવવાની ખાતરી આપી. તેઓ ઘરે પહોંચ્યાં ત્યારે રેણુએ ડ્રાઇવરને કહ્યું કે, મારા હાથમાં મચકોડ છે તમે મને સામાન ઘરમાં મૂકી આપો, હું તમને પૈસા ચૂકવી દઉં. ઉમેશપ્રસાદ તેની વાત માનીને સામાન ઘરમાં મૂકવા ગયો. ઘરમાં જતાં જ રેણુએ દરવાજો બંધ કરીને તે ઉમેશ માટે પાણી લેવા ગઈ, પાણી લઈને આવ્યા બાદ તેણે ઉમેશને કહ્યું કે તમે મારી સાથે શારીરિક સંબંધ બાંધો. ઉમેશે તેની માગણી ફગાવતા રેણુએ તેને દારૂ પીવાની ઓફર કરી, ઉમેશે તે પણ ન સ્વીકારી. પછી તો રેણુએ તેના પર દારૂની છોળો ઉડાડી ત્યારબાદ તેણે ઉમેશનાં કપડાં ફાડયાં અને તેને કિસ કરવા લાગી. ઉમેશ તેનાથી બચવા પ્રયાસ કરી રહ્યો હતો, આ દરમિયાન રેણુની સાથે રહેતી તેની સહેલી આ ઘટનાનો વીડિયો ઉતારી રહી હતી. ઉમેશે બહાર જવાનો પ્રયાસ કર્યો પણ સફળ થયો નહીં. આ સમયે રેણુએ તેની એક વિદેશી સહેલીને બોલાવી ત્યારપછી બંનેએ ઉમેશ સાથે બળજબરી કરવાનું શરૂ કર્યું. એક કલાક સુધી સંઘર્ષ બાદ યુવતીઓ થાકી અને ઉમેશને બાજુએ રાખી એક રૂમમાં ચર્ચા કરવા ગઈ. આ તકનો લાભ લઈને ઉમેશ ફ્લેટની બાલ્કનીમાંથી કૂદીને ભાગ્યા. પ્રથમ માળેથી કૂદવાને કારણે તેમના પગમાં ફ્રેક્ચર થયું. તે પહેલાં હોસ્પિટલ ગયો અને પછી પોલીસને તમામ વિગત જણાવી.

અન્ય રિક્ષા ચાલકો પણ ભોગ બન્યા

પોલીસે વધુ જણાવ્યું કે, તેમણે ઉમેશપ્રસાદની ફરિયાદના આધારે તપાસ કરી છે. તપાસમાં રેણુ લાલવાણીની ધરપકડ કરી અને અન્ય બે મહિલાને શોધી રહી છે. તેમના ફ્લેટની તપાસમાં ચાર રિક્ષા ચાલકોના બેઝ અને લાઈસન્સ મળ્યા છે. આથી પોલીસને શંકા છે કે આ યુવતીઓએ અગાઉ અન્ય રિક્ષા ચાલકોને પણ શિકાર બનાવ્યા હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter