નવી દિલ્હી: આશરે રૂ. 1,875 કરોડના આઇસીઆઇસીઆઇ બેન્ક-વીડિયોકોન લોન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી)એ વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન વેણુગોપાલ ધૂતની પૂછપરછ કરી છે. ઈડીના વડા મથકે ધૂત બીજી નવેમ્બરે સવારે પહોંચી ગયા હતા અને તપાસ અધિકારીઓએ તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી. માર્ચ 2019માં આ કેસના સંદર્ભમાં ઈડીએ નુપાવર રિન્યૂવેબલ્સના ડિરેક્ટર અને ધૂતના ગાઢ સાથીદાર સાથે બેસાડીને ધૂતની પૂછપરછ કરી હતી.
આ કેસમાં ઈડીએ ધૂત તેમજ આઈસીઆઈસીઆઈ બેન્કના તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર - સીઇઓ ચંદા કોચર તેમજ તેના પતિ દીપક કોચરની કચેરીઓ અને નિવાસસ્થાનો પર સર્ચ રેડ કરી હતી.