હૈદરાબાદ: અદાલતે રૂ. ૧૦૬ કરોડની બેંક લોન ચૂકવવામાં નિષ્ફળ ગયેલા કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી રાજ્ય પ્રધાન વાય એસ ચૌધરી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરતાં કેન્દ્રીય પ્રધાન પર ધરપકડનું જોખમ તોળાઇ રહ્યું છે. મોરિશિયસની મોરિશિયસ કોર્મિશયલ બેંકે ચૌધરી પર બેંકની લોન નહીં ચૂકવવાનો આરોપ મૂક્યો છે. અગાઉ પાઠવાયેલા સમન્સ છતાં ત્રણ વાર અદાલત સમક્ષ હાજર થવામાં નિષ્ફળ ગયેલા ચૌધરી વિરુદ્ધ કોર્ટે સાતમી એપ્રિલે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું હતું.