મુંબઈઃ ગયા મહિનામાં થાણામાં પકડાયેલા બે હજાર કરોડના ડ્રગ એફેડ્રીનની દાણચોરીના મામલામાં અભિનેત્રી મમતા કુલકર્ણીની ભૂમિકાની તપાસ થઈ રહી છે. ગયા મહિને થાણે પોલીસે સોલાપુરની એક ફેકટરીમાંથી ૨૦ ટન એફેડ્રીન ડ્રગ પકડ્યું હતું. થાણે પોલીસના જણાવ્યા પ્રમાણે આ એક આંતરરાષ્ટ્રીય રેકેટ છે અને વિકી ગોસ્વામી તેનો મુખ્ય સૂત્રધાર છે. ઈન્ટરપોલ એલર્ટ પછી વિકી ગોસ્વામી કેન્યામાંથી બહાર નીકળી શકતો નથી. તેથી તેણે મમતાને દુબઈ, સિંગાપોર, અમેરિકા વગેરે સ્થળે ક્લાયન્ટો સાથે બેઠકો ગોઠવવાનું કામ સોંપ્યું હતું. મમતા મહારાષ્ટ્રના ડ્રગ નેટવર્કની સાથે પણ બિઝનેસ ડીલ કરતી હતી. આ ઉપરાંત વિકી નાણાની લેવડ દેવડ માટે મમતાના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો. આ કપલ હવાલા મારફતે ડ્રગ્સ ડીલર્સના નાણા બીજા દેશોમાં મોકલાવ્યું હતું.