ભારતીય રેલવે દ્વારા આઠમી જાન્યુઆરીથી ૨૯મી ફેબ્રુઆરી વચ્ચેના ટાઈમ ટેબલમાં ધરખમ ફેરફાર કરાયા છે જેના કારણે આશરે ૫૦૦થી વધારે ટ્રેનોની ટાઈમટેબલને અસર થાય તેવી શક્યતા છે. ટ્રેનો રદ કરવા, કેટલીક ટ્રેનોને ડાયવર્ઝન આપવા અને કેટલીક ટ્રેનોને ફ્રિકવન્સીમાં રાખવા આ નિર્ણય કરાયો છે.
આઠમી જાન્યુઆરીથી લઈને ૨૯મી ફેબ્રુઆરી ૨૦૧૬ના દિવસ સુધી નવા ટાઈમ ટેબલ અંગે માહિતી રેલવેને વેબસાઈટ્સ પર જોઈ શકાશે. ટ્રેન સેવા ખોરવાઈ જવાના કારણે લોકો તેમના આયોજન બદલે તેવી શક્યતા છે. તેની વેબસાઈટ પર આઈઆરસીટીસી દ્વારા તમામ ટ્રેન અંગે માહિતી મુકાઈ છે.