નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ના અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાન અંગે જોડાયેલી ચિંતાને નકામી ગણાવતા જણાવ્યું હતું કે નાખવામાં આવેલા મતોની તુલના કરવી તે મતદાન વિશ્લેષણની યોગ્ય પદ્ધતિ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે વાસ્તવમાં પ્રથમ બે તબક્કામાં નાખવામાં આવેલા મતોની સંખ્યામાં 0.4 ટકાનો વધારો થયો છે.
ઘોષે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ વખતે થઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ બે તબક્કામાં ઘટેલા મતદાન અંગે ચાલતી ચર્ચા બિનજરૂરી છે. વાસ્તવમાં નાખવામાં આવેલા મતોની કુલ સંખ્યાને માપવાની યોગ્ય પદ્ધતિ મતદારોની કુલ સંખ્યા છે. આમ અગાઉની ચૂંટણીના વોટરોની તુલનાએ આ વખતે વોટરોની વધેલી સંખ્યાની ટકાવારીના સંદર્ભમાં મતદાન કેટલું થયું તે જોવું જોઈએ.
ચૂંટણી પંચ બાકીના કારણોમાં મતદાનની ટકાવારી વધારવામાં લાગેલું છે. 16મા નાણા પંચના સભ્ય ઘોષે જણાવ્યું હતું કે 2019ની તુલનામાં 3.1 ટકા ઓછું મતદાન છે. તેમણે જણાવ્યું કે ચૂંટણીના પછીના તબક્કામાં મતદાન વધી શકે છે. તેમા J (જે) આકાર એટલે કે સ્થિર દર પછી ઝડપી વૃદ્ધિ જોવાશે. અહેવાલ મુજબ 2019માં થયેલા મતદાનમાં સાતેય તબક્કામાં ઘટાડો જોવા મળ્યો હતો. તે શરૂઆતમાં 69.4 ટકા હતુ, અંતે 61.4 ટકા પર બંધ આવ્યું હતું.
આ વખતે સ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી શકે છે.