નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા દર વર્ષે ૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ દેશ માટે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન આપનારા મહાનુભાવોને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનથી નવાજવામાં આવે છે એ પ્રમાણે આ વર્ષે પણ પદ્મ પુરસ્કાર એનાયત થયા હતા. આ વર્ષે ૧૧૨ પદ્મ પુરસ્કારમાં ૧૦ મહાનુભાવોને પદ્મવિભૂષણ, ૧૯ને પહ્મભૂષણ અને ૮૩ને પદ્મશ્રી અપાયા.
ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીને અને આધાત્મિક ગુરુ દયાનંદ સરસ્વતીને મરણોત્તર પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. રજનીકાંત, અનુપમ ખેર તથા શ્રી શ્રી રવિશંકરને પદ્મવિભૂષણથી નવાજાયા છે. ફિલ્મી હસ્તીઓ અજય દેવગણ, પ્રિયંકા ચોપરા, મધુર ભંડારકર, એસ. એસ. રાજમૌલી, નિશાનેબાજ દીપિકા કુમારીનું પદ્મશ્રીથી સન્માન થયું છે. આ ઉપરાંત કેટલાક વિદેશીઓને પણ ભારતીય સન્માન એનાયત થયા છે જેમકે, ભારતમાં અમેરિકાના પૂર્વ રાજદૂત રોબર્ટ ડી બ્લેકવિલને પદ્મભૂષણ અને યોગ ક્ષેત્રે કાર્યરત ચીનના હ્યુ લીન ઝાંગ, સર્બિયાના પ્રેડ્રા, એનઆરઆઈ સામાજિક કાર્યકર સુંદર આદિત્ય મેનન, અજયપાલસિંહ બાંગાને પદ્મશ્રી પ્રાપ્ત થયા છે.