વારંવાર ટોકતી અને મોબાઈલ પર વાત ન કરવા દેનારી સાસુની વહુએ હત્યા કરી નાંખી

Friday 14th October 2016 09:11 EDT
 

ભિવનીઃ હરિયાણામાં આવેલા ભિવનીના પ્રેમનગરમાં સુરેખા નામની યુવતીએ પોતાની ૫૫ વર્ષની સાસુ ફૂલવતીની તાજેતરમાં હત્યા કરી નાંખી હતી. સાસુની હત્યાને પહેલાં તો વહુએ અન્ય કોઈએ કરેલા મર્ડરમાં ખપાવવાની કોશિશ કરી હતી, પણ પોલીસે આકરા શબ્દોમાં પૂછપરછ કરતાં સુરેખાએ પોતાનો ગુનો કબૂલવા સાથે કહ્યું કે તેની સાસુ તેને મોબાઈલ પર વાત કરવા દેતી નહોતી તેથી તેણે સાસુનું કાસળ કાઢી નાંખ્યું.

સુરેખાના લગ્ન ચાર મહિના પહેલાં જૂન મહિનામાં જ થયા હતા. તેણે જણાવ્યું કે, તેની સાસુ તેને મોબાઈલ પર વાત કરવા દેતી નહોતી. તેનો મોબાઈલ પોતાની પાસે જ રાખતી હતી. તે ઉપરાંત વાતે વાતે તેને ટોક્યા કરતી હતી અને મહેણાં મારતી હતી. સાસુના આ ત્રાસથી તે કંટાળી ગઈ હતી અને તેનાથી છૂટકારો ઇચ્છતી હતી. આ માટે તેણે સાસુની હત્યાનું કાવતરું રચ્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter