વારાણસીમાં સમગ્ર દેશથી વિપરિત રંગોના બદલે ભસ્મ હોળી રમાઈ હતી, અને તે પણ સ્મશાનની ભસ્મથી. મહાસ્મશાન મણિકાર્ણિકા ઘાટ ખાતે કાશીવાસીઓ ઉમટી પડયા હતા જયાં સળગતી ચિતાઓ વચ્ચે ભસ્મ હોળી યોજાઈ હતી. શિવભક્તોનો પ્રવાહ સવારથી સ્મશાન ઘાટ પર ઉમટયો હતો. ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અઘોરીઓએ ચિતાઓની ભસ્મથી હોળી રમી હતી. ઢોલ-નગારા, સંગીતની ધૂનો પર ચિતાની ભસ્મને શરીર ઉપર લગાવીને ઉજવણી કરવામાં આવી હતી. સ્મશાને એક તરફ ચિતાઓ સળગી રહી હતી, મૃતદેહો આવી રહ્યા હતા ત્યારે હોળીનો આ પરંપરાગત ઉત્સવ ઉજવાયો હતો. ભસ્મ હોળી નિહાળવા આશરે 5 લાખ લોકો એકઠા થયા હતા.