વિઘ્નહર્તા માટે રૂ. ૩૦૦ કરોડનો વીમો

Wednesday 07th September 2016 08:28 EDT
 
 

મુંબઈઃ ગણેશ ઉત્સવ એ એક એવું પર્વ છે જ્યાં ભગવાન તરીકે પૂજાતા ગણપતિ ભક્તોના ત્યાં ‘અતિથિ’ તરીકે પધરામણી કરતા હોય છે અને વિવિધ સ્વરૂપે તેમની મૂર્તિઓનું સ્થાપન કરાય છે. મુંબઈન કિંગસર્કલમાં સૌથી મોંઘા ગણપતિને બિરાજમાન કરવામાં આવ્યા છે. આ ગણપતિની મૂર્તિને ૬૮ કિલો સોનું અને ૩૨૭ કિલો ચાંદીના દાગીનાઓનો શણગાર કરવામાં આવ્યો છે તેમજ પંડાલે રૂ. ૩૦૦ કરોડનો વીમો ઉતરાવ્યો છે. આ રૂ. ૩૦૦ કરોડના વીમામાં રૂ. ૨૫ કરોડ ગણપતિના ઘરેણાઓની ચોરી પેટે નંખાયા છે. રૂ. ૧૦ કરોડ આગ લાગવાનો, રૂ. ૪૦ કરોડ ભુકંપનો અને રૂ. ૨૨૫ કરોડ કુદરતી હોનારતોની વીમો લેવામાં આવ્યો છે. ૧૪ ફૂટ ઊંચી આ પ્રતિમાને બનાવવામાં માટે બે મહિનાનો સમય લાગ્યો હતો. આ પંડાલના દર્શન કરવા દરરોજ આશરે બે લાખથી વધુ ભક્તો મુલાકાત લે છે.
આ મૂર્તિની વિશેષતા એ છે કે તેને માટીમાંથી બનાવાયા હોવાથી ઇકો ફ્રેન્ડલી છે. ગણેશ ઉત્સવ દરમિયાન કુલ ૨૦ લાખ લોકો બાપ્પાના દર્શન કરશે. ૪૦૦થી વધારે સિક્યોરિટી ગાર્ડ્સ ૨૪ કલાક પંડાલની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter