વિમાની પ્રવાસીઓ ૧પ કિલો સામાન ફ્રીમાં લઇ જઇ શકશે

Tuesday 14th July 2015 13:51 EDT
 
 

નવી દિલ્હીઃ વિમાનના મુસાફરોઓ માટે એક સારા સમાચાર છે. સિવિલ એવિએશન વિભાગના આદેશ મુજબ હવે કોઇપણ પ્રવાસી વિમાનમાં પોતાની સાથે ૧પ કિલો સુધીનો સામાન વિના મૂલ્યે લઇ જઇ શકશે.

એરલાઇન્સના સીઇઓની મુલાકાત બાદ વિભાગે આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ફ્રી લગેજની મર્યાદા રપ કિલોથી ઘટાડીને અગાઉ ર૦ કિલો કરવામાં આવી હતી અને હવે ૧પ કિલો કરવામાં આવી છે. હકીકતમાં ઘણી એરલાઇન્સ એવી માગણી કરે છે કે યાત્રી જો કોઇ પણ પ્રકારનું લગેજ લઇને પ્રવાસ કરે તો તેમણે તમામ પ્રકારના સામાનનો વધારાનો ચાર્જ ચૂકવવો જોઇએ. જોકે વિગાભે આ દરખાસ્તને ફગાવી છે. આ બેઠકમાં ઇન્ડિગો, જેટ એરવેઝ, એરકોસ્ટા, સ્પાઇસ જેટ અને વિસ્તારા એરલાઇન્સના સીઇઓ હાજર રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter