શક્તિ પીઠ હિંગળાજ માતાના દર્શને શ્રદ્ધાળુઓનો મહેરામણ

Sunday 12th May 2024 06:25 EDT
 
 

આ તસવીર હિન્દુ શ્રદ્ધાળુઓમાં આગવું સ્થાન ધરાવતી 51 શક્તિપીઠો પૈકી એક હિંગળાજ માતાની વાર્ષિક યાત્રાની છે. હિંગળાજ માતાનું આ સ્થાનક પાકિસ્તાનના બ્લૂચિસ્તાન પ્રાંતના લસબેલા જિલ્લાના હિંગોલ નેશનલ પાર્કમાં આવેલું છે. હિંગળાજ માતાના મંદિર જતાં પહેલા રેતીના જવાળામુખીના દર્શન કરવાની માન્યતા છે. અહીં રેતી પર જવાળામુખીના ખાડા (ક્રેટર) છે, જેને ચંદ્રગુપ 1, 2, 3 તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રગુપ-1 આશરે 300 ફૂટની ઊંચાઈ પર આવેલો છે, જેમાં વિશેષ રેતી દેખાય છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ તેમની ઇચ્છા પૂર્ણ થયા બાદ તેમાં ફૂલ અને શ્રીફળ ચઢાવે છે. આ પછી હિંગોલ નદીમાં પવિત્ર સ્નાન કરીને હિંગળાજ માતાના દર્શન માટે પહોંચે છે. પાકિસ્તાનમાં આશરે 44 લાખ હિન્દુ વસે છે, જે દેશની કુલ વસ્તીના 2.14 ટકા થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter