સરહદે ભારત પાકિસ્તાનની રેજિમેન્ટ્સ તૈનાત

Friday 14th October 2016 11:05 EDT
 
 

નવી દિલ્હી: ભારતીય સર્જિકલ સ્ટ્રાઇકના પગલે ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને એલઓસી પર હવે સૈન્યની સંખ્યા વધારી છે. એલઓસીના છંબ સેક્ટરમાં ટેંકો સાથે પાકિસ્તાની સૈન્યની બે રેજીમેંટ ૧૩મીએ જોવા મળી હતી. ગુપ્તચર સંસ્થાઓેને આ માહિતી સૈન્ય અને સ્થાનિક રહેવાસીઓ પાસેથી મળી છે. જેને પગલે એલઓસી પર ભારતીય સૈન્ય પણ સક્રિય કરી દેવાયાના અહેવાલો છે. ગુપ્તચર સંસ્થાઓને મળેલા રિપોર્ટ અનુસાર છંબ સેક્ટરમાં પાકિસ્તાની આર્ટરી, ટેંકોની સાથે પાકિસ્તાન સૈન્યના કમાન્ડો પણ જોવા મળ્યા હતા. આ કમાન્ડો પાકિસ્તાની સૈન્યના ઇંફેંટ્રી યુનિટના હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાન સૈન્ય યુદ્ધની તૈયારી કરી રહ્યું હોવાની પણ પૂરી શક્યતાઓ છે. આ પહેલાં ૧૯૯૯માં કારગીલ સુધી પાકિસ્તાન સૈન્ય ઘુસી ગયું હતું. જેને પગલે યુદ્ધ છેડાયું હતું. આવા જ કોઇ મોટા હુમલા સાથે ઘુસવાની તૈયારી પાકિસ્તાન સૈન્ય કરી રહ્યું હોવાની શક્યતાઓ છે.

જે અહેવાલો સરહદેથી બહાર આવી રહ્યા છે તેમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાનના કમાન્ડોની સાથે બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર્સ પણ જોવા મળ્યા હતા. સામાન્ય રીતે આ ઓફિસરની કમાન્ડ હેઠળ યુદ્ધ કરવામાં આવતા હોય છે. છંબ અને તેની આસપાસના વિસ્તાર જેમ કે હાજી પીરમાં ભારતીય સૈન્ય કોઇ પણ પ્રકારના હુમલાનો પ્રતિકાર કરી જવાબ આપવા માટે સક્ષમ છે. આ વિસ્તારમાં અગાઉ પણ અનેક વખત પાકિસ્તાન સૈન્યની ચલહ પહલ જોવા મળી ચૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter