સહારાને સુપ્રીમની ફટકારઃ પૈસા ક્યાંથી આવ્યા, સ્વર્ગમાંથી તો વરસ્યા નહીં હોયને? સોર્સ જણાવો

Friday 09th September 2016 06:43 EDT
 
 

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તાજેતરમાં સહારા ગ્રુપના વકીલે દાવો કર્યો છે કે કંપનીએ ઇન્વેસ્ટર્સના ૨૫ હજાર કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. એ પણ રોકડા. આ વાત પર જજને આશ્ચર્ય થયું. તેમણે પૂછયું, રૂ. ૨૫ હજાર કરોડ ક્યાંથી આવ્યા? આ વાત પચાવવી મુશ્કેલ છે. પૈસા સ્વર્ગમાંથી તો વરસ્યા નહીં હોય ને? તમે આ પૈસા ક્યાંથી લાવ્યા છો અમને તેનો સોર્સ જણાવો? શું આ રકમ તમે તમારી કંપનીમાંથી લાવ્યા છો? કોઈ બીજી કંપની પાસેથી ઉધાર લીધા છે કે કોઈ સ્કીમમાંથી લાવ્યા છો? કોઈ મિલકત વેચીને લાવ્યા છો? આમાંથી કોઈ ત્રણ વિકલ્પો તો હોવા જ જોઈએ કે જ્યાંથી આટલી મોટી રકમ લાવ્યા છો? સહારા-સેબી વિવાદની સુનાવણી ટી એસ ઠાકુરની બેંચ કરી રહી છે. બેંચે કહ્યું, ‘અમે તમારા ક્લાયન્ટ પર ક્યારેય શક કરતા નથી કે તેમણે રોકાણકારોને કરોડો રૂપિયા કેવી રીતે આપ્યા એ પણ બે મહિનામાં, પરંતુ અહીં વિશ્વાસ કરવો થોડો અઘરો છે. તમે આ રોકડ રકમનો સોર્સ જણાવો. બેંચે સહારા સુપ્રીમો સુબ્રતો રોયના વકીલ કપિલ સિબ્બલને કહ્યું કે, ‘અમને ડોક્યુમેન્ટ બતાવો કે કઈ સ્કિમમાં કેવી રીતે પૈસા લગાવ્યા?’.

સુબ્રતો દ્વારા જામીન માટે કુલ રૂ. પાંચ હજાર કરોડ જમા

૨૬ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના સુબ્રતો રોય સહારાની પેરોલ ૧૬ સપ્ટેમ્બર સુધી વધારી છે. રોયે કોર્ટને કહ્યું હતું કે બીજા રૂ. ૩૦૦૦ કરોડ જમા કરાવશે. આ રકમ રૂ. પાંચ હજાર કરોડની બેન્ક ગેરન્ટી તરીકે લેવામાં આવી શકે છે. સહારા કંપની જામીન માટે અત્યાર સુધી રૂ. ૫૦૦૦ કરોડ જમા કરાવી ચૂકી છે. જ્યારે આટલી જ રકમ બેન્ક ગેરન્ટી તરીકે જમા કરાવવાની છે. સુપ્રીમ કોર્ટે ૬ મેના દિવસે સુબ્રતો રોયને તેની માતાના અંતિમ સંસ્કાર માટે ચાર સપ્તાહના પેરોલ આપ્યા હતા. કોર્ટના આદેશથી સેબી, સહારાની કેટલીક પ્રોપર્ટીની હરાજી પણ કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter