રોરકેલાઃ તેલંગણા પોલીસ અને ઓરિસ્સાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્ચ ઓપરેશન દરમિયાન પ્રતિબંધિત સંગઠન સીમી સાથે સંકળાયેલા મહેબૂબ ખાન, ઝાકીર ખાન, અહેમદ ખાન, સાલિક અને મહેબૂબની માતા નઝમાની ધરપકડ ૧૭મી ફેબ્રુઆરીએ કરી લેવામાં આવી છે. સામસામે ગોળીબાર બાદ ધરપકડ કરવામાં આવેલા આ ચારેય પાસેથી પાંચ હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે વધુ માહિતિ આપતાં કહ્યું હતું કે, આ ચારેય સીમીના સક્રિય સભ્ય હતા અને મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. વર્ષ ૨૦૧૩માં મધ્ય પ્રદેશની જેલમાંથી ચારેય ફરાર થઈ ગયા હતા અને ઓરિસ્સાના રોરકેલામાં છુપાયા હતા.