કોલકતાઃ દેશના સૌથી વયોવૃદ્ધ સંગીતકાર તેમજ સિતારવાદક ઉસ્તાદ અબ્દુલ રશીદ ખાનનું ૧૦૭ વર્ષની વયે કોલકતામાં ૧૯મી ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. તેઓ તાનસેનના વંશજ હતા. પદ્મભૂષણ અબ્દુલ રશીદ ખાનના પરિવારમાં તેમના બે પુત્રો અને બે પુત્રીઓ છે. વયસ્ક હોવાના કારણે તેમની તબિયત નાદુરસ્ત હતી અને ૧૯મી ફેબ્રુઆરીએ સવારે તેમને કોલકતાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને રાયબરેલી લઈ જવામાં આવ્યો છે અને પરિવાર અને સંબંધીઓની હાજરીમાં તેમની દફનવિધિ થઈ કરવામાં આવી છે. તેમને સંગીત નાટ્ય એકેડમી દિલ્હી દ્વારા પણ સન્માન એનાયત થયું હતું.