સુપ્રીમ કોર્ટ સંકુલમાં દેશભક્ત વકીલોએ હિંસા આચરી

Thursday 18th February 2016 02:54 EST
 
 

નવી દિલ્હીઃ જેએનયુમાં દેશવિરોધી નારાના મુદ્દે પતિયાલા હાઉસ કોર્ટમાં કન્હૈયા કુમાર સામે ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન બુધવારે વકીલોએ ફરી એક વાર બેફામ ગુંડાગીરી આચરી હતી. બુધવારે સવારે જ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન સર્જાય તેની તકેદારી રાખવા માર્ગદર્શિકા જારી કરી હોવા છતાં બેફામ બનેલા વકીલોએ દેશદ્રોહ કેસના મુખ્ય આરોપી કન્હૈયા કુમાર પર હુમલો કર્યો હતો. કન્હૈયા કુમારને કોર્ટમાં હાજર કરાય તે પહેલાં જ પતિયાલા હાઉસ પરિસરમાં કન્હૈયાવિરોધી અને સમર્થક વકીલો વચ્ચે પણ છૂટા હાથની મારામારી થઈ હતી. આ પછી પોતાને દેશભક્ત કહેવડાવતા આ વકીલોનાં ટોળાએ કાયદો હાથમાં લઈ પત્રકારો અને કન્હૈયાસમર્થક વિદ્યાર્થીઓ વિરુદ્ધ હિંસા આચરી હતી. ઉલ્લેખનીય છે કે વકીલોના આ જૂથે બે દિવસ પૂર્વે સોમવારે પણ વિદ્યાર્થીઓ અને પત્રકારોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter