સ્ત્રીઓ પર વધતાં દુષ્કર્મો મુદ્દે રાજ્યસભામાં સાંસદોનો ઝઘડો

Thursday 04th August 2016 05:24 EDT
 
 

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં થયેલી બળાત્કારની ઘટનાઓ, ખાસ કરીને બુલંદશહરમાં માતા અને દીકરી પર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે રાજ્યસભામાં ત્રીજી ઓગસ્ટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે સરકારે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે પરંતુ દુષ્કર્મની તે ઘટના નિંદનીય છે.

રાજ્યસભામાં ઝીરો અવરમાં આ મુદ્દો ઉઠાવતાં કોંગ્રેસના સાંસદ રજની પાટિલે કહ્યું હતું કે દુષ્કર્મ અને મહિલાઓ વિરુદ્ધ અત્યાચારના બનાવો વધી રહ્યા છે અને ગૃહ આ બાબતની નોંધ લઈને તેના પર ચર્ચા કરે તેની તાતી જરૂરિયાત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter