મુંબઈ: ભારત સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ આદેશ આપ્યો છે કે સ્પાઇસજેટ આઠ અઠવાડિયા માટે તેની સમર ટાઇમટેબલ માટે મંજૂર કરાયેલી ફ્લાઈટના મહત્તમ 50 ટકા ફ્લાઇટનું જ સંચાલન કરી શકશે. ડીજીસીએના આદેશમાં જણાવાયું છે કે સ્પોટ ચેક, નિરીક્ષણો અને સ્પાઈસજેટને અપાયેલી શો-કોઝ નોટિસના જવાબમાં મળેલી માહિતીને આધારે તેના સમર 2022 હેઠળ મંજૂર કરાયેલાં ડિપાર્ચર આઠ અઠવાડિયા માટે 50 ટકા સુધી સીમિત કરાયા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસોમાં સ્પાઈસજેટના વિમાનોમાં આઠ વાર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેથી ડીજીસીએએ તેને છઠ્ઠી જુલાઈએ નોટિસ આપી હતી. આ નોટિસમાં કંગાળ આંતરિક સુરક્ષા અને અપૂરતી જાળવણીને કારણે સલામતીમાં ઘટાડો થયાનો આરોપ મૂકાયો હતો.