હવે વિમાનયાત્રીઓને મળશે વધુ વળતર

Friday 20th March 2015 05:34 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય એરલાઇન્સોમાં પ્રવાસ કરનાર જો મૃત્યુ થાય તો તેમનો સામાન ગુમ થવા પર જે વળતર મળે છે તેની રકમમાં વધારો થવાની સંભાવના છે. સરકારે તેનું વિનિયમન કરનારા કાયદામાં સુધારાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે કેરિજ બાય એર એક્ટ ૧૯૭૨માં સંશોધનને મંજૂરી આપી છે. તેમાં મુસાફરો માટે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ (એસડીઆર) મૃત્યુની સ્થિતિમાં એસડીઆર ૮૫ લાખ રૂપિયાથી વધારીને લગભગ રૂ. ૯૬.૧૩ લાખ કરવાની જોગવાઈ કરી છે. તેવી જ રીતે, વિલંબ થાય તો પ્રવાસી અંદાજે રૂ. ૩,૫૨,૭૫૦ને બદલે લગભગ રૂ. ૩,૯૮,૯૯૦ વળતર મેળવવા હકદાર રહેશે. સામાન ગુમ થાય તો કે તે નાશ પામે તો વર્તમાન વળતર લગભગ રૂ. ૮૫,૦૦૦થી વધીને રૂ. ૯૬,૧૩૫ રૂપિયા જેટલું કરાયું છે.

એસડીઆર શું છે?

એસડીઆર (સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ) એક ખાસ પ્રકારનું અનામત ભંડોળ છે. તેને ૧૯૬૯માં આઇએમએકે શરૂ કર્યું હતું, તે સભ્ય દેશો માટે એક પૂરક ભંડોળ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter