પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતમાં રહીને ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (આઇએસઆઇએસ) માટે કામ કરતા આતંકીઓ હુમલો કરવાના હોવાની બાતમીને પગલે ૨૬મી જાન્યુઆરીએ દરેક શહેરમાં હાઇએલર્ટ હતો. તેમજ એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અને એટીએસ (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ) બંનેએ સંયુક્ત રીતે આખા દેશમાં દરોડા પાડીને આઇએસના ૧૪ સભ્યોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આઇએસના સભ્યોએ જે ખુલાસો કર્યો છે તેના પરથી આ આતંકી સંગઠનનો ખતરનાક ઇરાદો સામે આવ્યો છે.