નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં અભિનેતા-સાંસદ શત્રુઘ્ન સિંહાએ અમિતાભ બચ્ચનનું નામ આગામી રાષ્ટ્રપતિના હોદ્દા માટે સૂચવ્યું હતું. ત્યારબાદ અમરસિંહે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે 'મહાનાયક' અમિતાભ બચ્ચનનું નામ ભાવિ રાષ્ટ્રપતિ તરીકે દેશ સમક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રજૂ કરી શકે છે. એક અન્ય મુલાકાતમાં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને આવી વાતોને બકવાસ જણાવી કહ્યું કે હું રાષ્ટ્રપતિ બનવા માટે યોગ્ય જ નથી.
અમિતાભે જણાવેલું કે શત્રુઘ્ન મારા મિત્ર છે અને વિનોદી સ્વભાવના છે. શક્ય છે કે હળવી પળોમાં આ વાત તેમણે કરી હોય. આ વાત પર ભરોસો ન કરતા કારણ કે હું જ લાયક નથી. સમર્થ પણ નથી.