ઉત્તર પોલીસે નફરત ફેલાવનારા ભાષણ આપવાના મામલામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને ક્લિન ચીટ આપી છે. ફરિયાદી પક્ષે જણાવ્યું કે, પોલીસ ૨૦મી જાન્યુઆરીએ સ્થાનિક કોર્ટમાં અંતિમ રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, શાહ સામેના મામલામાં કોઈ પુરાવા મળ્યા નથી. આ રિપોર્ટ હવે જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ થશે અને મેજિસ્ટ્રેટ અંતિમ નિર્ણય લેશે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓ દરમિયાન હેટ સ્પીચ આપવાના મામલામાં અમિત શાહ સામે ફરિયદ થઈ હતી.