નવી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વધુ એક વખત વિવાદમાં સપડાયા છે. રવિદાસ જયંતીમાં ભાગ લેવા માટે કાશી પહોંચેલા કેજરીવાલે એક સ્યૂટ રૂમ બુક કરાવ્યો હતો, પરંતુ રૂમનું રૂ. ૬૦૦ ભાડું ચૂકવ્યા વિના જ તેઓ પરત ફર્યા હોવાનું બહાર આવ્યું છે. આ પહેલાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી મારામારીની બંને તરફની ફરિયાદ લંકા પોલીસ સ્ટેશનનમાં એફઆઈઆર દાખલ થઈ છે. ૨૨મી ફેબ્રુઆરીએ સંત રવિદાસ જયંતી પ્રસંગે બનારસ પહોંચેલા દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલનો કાફલો નેવાડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો એ સમયે બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી.