૬૨૭ ભારતીયોના વિદેશમાં બેન્ક એકાઉન્ટ

Saturday 06th December 2014 07:04 EST
 

ભારત સરકારની નજરથી બચાવીને આ પ્રકારે અબજો રૂપિયાનું કાળું નાણું વિદેશી બેન્કોમાં જમા કરાવાયું હોવાના અહેવાલો છાશવારે રાજકીય ચર્ચાનો મુદ્દો બનતા રહ્યા છે, પરંતુ શાસકો કાનૂની જોગવાઇઓને આગળ ધરીને આ નામો જાહેર કરવાનું ટાળતા હતા. જોકે હવે સુપ્રીમ કોર્ટના આદેશથી વિદેશમાં જમા કાળાં નાણાંની તપાસ માટે રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી-‘સીટ’)ને સરકારે આ યાદી સોંપી છે.
આ યાદીમાં સામેલ નામોની સત્તાવાર જાહેરાત કરાઈ નથી, પરંતુ આવા ખાતેદારોમાં યુપીએ સરકારનાં એક પંજાબી પ્રધાન પરનીત કૌરનું નામ સામેલ છે. આ ઉપરાંત સ્વિસ બેન્કમાં ખાતા ધરાવનારાની યાદીમાં મહેતા, પટેલ અટક ધરાવતા લોકોની પણ ભરમાર જોવા મળે છે.
સરકાર તરફથી એટર્ની જનરલ મુકુલ રોહતગી કોર્ટમાં પહોંચ્યા હતા અને તેમણે ત્રણ કવર કોર્ટ માસ્ટરને સુપરત કર્યા હતા. કોર્ટ માસ્ટર આ યાદીનું કવર ખોલવા જતા હતા, પણ સુપ્રીમ કોર્ટે તેમને અટકાવ્યા હતા. લગભગ ૧૫ મિનિટ સુનાવણી ચાલી હતી. આખરે કોર્ટે આ કવર માત્ર એસઆઇટીના ચેરમેન કે વાઇસ ચેરમેન જ ખોલશે તેમ જણાવ્યું હતું.

મહેતા, પટેલની બોલબાલા
વિદેશી ખાતાધારકોની એચએસબીસીની યાદીમાં નામ ધરાવતી ૨૦ ટકા વ્યક્તિઓ કે સંસ્થાઓએ તેમના એકાઉન્ટની માલિકી કબૂલી છે. આ સંખ્યા ૧૩૬ જેટલી છે. જોકે, તેમણે આવક છૂપાવવા બદલ પેનલ્ટી ચૂકવવાની શરૂઆત કરી દીધી છે કે પેનલ્ટી ચૂકવી દીધી છે. સૌથી નોંધનીય બાબત એ છે કે આવા એકાઉન્ટ હોલ્ડર્સમાં સૌથી કોમન અટક મહેતા અને પટેલ છે.
એચએસબીસીની યાદીમાં બેંકની સ્વિસ પેટા-કંપની એચએસબીસી પ્રાઇવેટ બેંકની જિનિવા બ્રાન્ચમાં આ વ્યક્તિઓ અને સંસ્થાઓના એકાઉન્ટ્સ છે. ૨૦૦૬માં બેંકના એક પૂર્વ કર્મચારીએ બેંકમાંથી આ માહિતી ચોરી લીધી હતી. બાદમાં ૨૦૧૧માં ફ્રાન્સે આ યાદી ભારતને આપી હતી.

‘અમારા માટે સહુ સમાન’
વિદેશી બેન્કોમાં ભારતીયોના કાળાં નાણાંની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નીમાયેલી ‘સીટ’એ જણાવ્યું છે કે તે નાના-મોટા બધાં જ આરોપીઓની તપાસ કરશે. અલબત્ત, એસઆઈટીએ એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે વિદેશી બેન્કોમાં ખાતું ધરાવતાં ભારતીયોની ગોપનીયતાનું ઉલ્લંઘન નહીં કરાય. મતલબ કે તેમના નામ જાહેર કરાશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter