દિલ્હીમાં ૧૫ દિવસ સુધી કરાયેલા ઓડ-ઇવન સ્કિમના પ્રયોગની સફળતાની ઉજવણી માટે રવિવારે છત્રસાલ સ્ટેડિયમમાં ધન્યવાદ રેલીનું આયોજન કરાયું હતું. તેમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ભાષણ આપી રહ્યા હતા, ત્યારે જ ‘આપ’ની મહિલા કાર્યકર ભાવના અરોડા તેમની નજીક પહોંચી ગઈ હતી. તેણે મુખ્ય પ્રધાનને કેટલાક કાગળો દેખાડીને મંચ તરફ ઉછાળ્યા અને પછી અચાનક કેજરીવાલ પર શાહી ફેંકી હતી.
શાહીના છાંટા કેજરીવાલના મોઢા અને શર્ટ પર ઉડ્યા હતા. ત્યાં જ પોલીસ ભાવના તરફ ધસી આવી અને તેને અટકાયતમાં લીધી હતી. આ બનાવ જ્યારે બન્યો ત્યારે રાજ્ય સરકારના મોટાભાગના પ્રધાનો મંચ પર હતા.