ન્યૂ યોર્કઃ અમેરિકાના જગવિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’એ દુનિયાના ૧૦૦ મહાન અને હયાત બિઝનેસમેનનું લિસ્ટ જાહેર કર્યું છે. એમાં ત્રણ ભારતીયનો સમાવેશ થાય છે. તેમના લક્ષ્મી નિવાસ મિત્તલ, રતન ટાટા અને વિનોદ ખોસલા. નોંધનીય બાબત એ છે કે ‘ફોર્બ્સ’ની આ યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ સામેલ છે. મેગેઝિને તેમને સેલ્સમેન અને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિંગમાસ્ટર ગણાવ્યા છે. આ હસ્તીઓ સિવાય એમેઝોનના ફાઉન્ડર જેફ બિજોસ અને વર્જિન ગ્રૂપના ફાઉન્ડર રિચર્ડ બ્રેન્સનના નામ પણ યાદીમાં છે.
‘ફોર્બ્સ’ની યાદીમાં સામેલ ત્રણ ઇન્ડિયન બિઝનેસમેનમાંથી રતન ટાટા ટોચના ઉદ્યોગસમૂહ ટાટા ગ્રૂપના ચેરમેન છે. લક્ષ્મી નિવાસ મિત્તલ આર્સેલર મિત્તલના ચેરમેન અને સીઈઓ છે. જ્યારે વિનોદ ખોસલા સન માઇક્રો સિસ્ટમ્સના કો-ફાઉન્ડર છે.
આ ત્રણે ભારતીય બિઝનેસમેનના ગ્રૂપની નેટવર્થ જોઇએ તો રતન ટાટા ૧ બિલિયન ડોલર, લક્ષ્મી નિવાસ મિતલ ૧૭.૩ બિલિયન ડોલર અને વિનોદખોસલા ૧.૮૨ બિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે.
ટ્રમ્પ, બફેટના નામ પણ સામેલ
‘ફોર્બ્સ’ લિસ્ટમાં અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામેલ છે. મેગેઝિને તેમને ઓનર ઓફ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાવ્યા છે. એમેઝોનના જેફ બિજોસ, વર્જિન ગ્રૂપના ફાઉન્ડર રિચર્ડ બ્રેન્સનન, બર્કશાયર હેથવેના સીઈઓ વોરેન બફેટ, માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને ન્યૂસ કોર્પ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન રુપર્ટ મર્ડોક પણ ‘ફોર્બ્સ’ની આ યાદીનો હિસ્સો છે.
સીએનએનના ફાઉન્ડર ટેડ ટર્નર, ટોક શો હોસ્ટ ઓપ્રા વિન્ફ્રે, ડેલ ટેક્નોલોજિસના ફાઉન્ડર માઇકલ ડેલ, ટેસ્લા અને સ્પેસ એક્સના કો-ફાઉન્ડર એલન મસ્ક, ફેસબુક સીઓઓ શેરિલ સેન્ડબર્ગ, સ્ટારબક્સ સીઈઓ હોવાર્ડ શુલ્ઝ અને ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ આ હસ્તીઓમાં સામેલ છે, જેણે ફોર્બ્સએ પોતાની ૧૦૦ મહાન અને હયાત બિઝનેસમેનની યાદીમાં જગ્યા આપી છે.
‘ફોર્બ્સ’એ ત્રણ ભારતીય બિઝનેસમેન કયા ક્વોટ્સ ઉપયોગ કર્યો
• લક્ષ્મી મિત્તલઃ સ્ટીલ આજે દુનિયામાં સૌથી વધારે ઉપયોગ લેવામાં આવે છે. એનો એ અર્થ નથી કે ફ્યુચરમાં એની બનાવવાની રીત નહીં બદલાય કે પછી સ્ટીલને ચેલેન્જ આપવા માટે કોઈ બીજું મટીરિયલ ડેવલપ નહીં થાય. ટેકનોલોજી બદલાઈ રહી છે. દરેક ઇન્ડસ્ટ્રીને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે એણે એટલા ફ્લેક્સિબલ પણ થવાની જરૂર છે કે જેથી તે જરૂરત અનુસાર પોતાને ઢાળી શકે.
• રતન ટાટાઃ તમારા કામનો એરિયા છે એના માટે ઝનૂન હોવું જોઈએ. એવી મહારત જોઈએ કે ડેવલપમેન્ટ્સ માટે સન્માન મળી શકે. હું એ મુદ્દાઓ ટાળું છું જેમાં મારું પ્રભુત્વ નથી હોતું કે પછી એમાં દખલ દેવાની કાબેલિયત નથી હોતી.
• વિનોદ ખોસલાઃ હું મારી રેપ્યુટેશન બનાવતો નથી અને એને બચાવવાની કોશિશ પણ કરતો નથી. જે છે અને જેમ છે એ બતાવવામાં મને નથી ડર લાગતો.