…બાકી દાઉદ ઈબ્રાહિમની ટપાલ ટિકિટો છપાઈ ગઈ હોત!

Friday 12th August 2016 07:55 EDT
 
 

મુંબઈઃ જનરલ પોસ્ટ ઓફિસ, મુંબઈના કર્મચારીની સતર્કતાને કારણે અનર્થ ટળ્યો હોવાનું એક મરાઠી દૈનિકના અહેવાલમાં જણાવાયું હતું. ટપાલ ખાતાની 'માય-સ્ટેમ્પ' યોજના હેઠળ કોઇ પણ વ્યક્તિ ચોક્કસ રકમ ચૂકવીને પોતાના ફોટા સાથેની ટપાલ ટિકિટ છપાવી શકે છે. એક માણસ મુંબઈની જીપીઓમાં આવ્યો હતો અને ફોટો આપીને કહ્યું હતું કે, મેરે બોસને બોલા હૈ કી ઇન સહાબ કા સ્ટેમ્પ બનાના હૈ. ફોટો જોઇને કર્મચારી દંગ રહી ગયો હતો કારણ કે એ ફોટો કુખ્યાત માફિયા દાઉદ ઇબ્રાહિમનો હતો. કર્મચારીએ ઉપરીને જાણ કરી હતી અને પછી સ્ટેમ્પ બનાવવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો અને ફોટો લઈને આવેલા માણસને તગેડી મૂકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ટપાલ ખાતાના નિયમ અનુસાર, કુખ્યાત અને જેની વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયો હોય એવી વ્યક્તિનો સ્ટેમ્પ તૈયાર કરવાની મનાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter