ભારતીય હાઇકમિશન, લંડન દ્વારા લંડનના વિવિભ સામાજીક ધાર્મિક સંગઠનોના સથવારે ઇન્ડિયન જીમખાના ક્લબ, થોર્નબરી એવન્યુ, આઇઝલવર્થ TW7 4NQ ખાતે રવિવાર તા. ૧૬-૮-૧૫ના રોજ સવારે ૧૧થી ૪ દરમિયાન ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં ખાણી, પીણી અને મનોરંજનનો લાભ મળશે.
આ પ્રસંગે સવારે ૧૧ કલાકે ભારતનો ધ્વજ લહેરાવવામાં આવશે અને તે પછી રાષ્ટ્રગીતનું ગાન થશે. સાંસ્કૃતિક કાર્યક્રમો, મફત ખાણીપીણી માટેના સ્ટોલ અને આકર્ષક ઇનામો ધરાવતા રેફલ ડ્રોનો લાભ મળશે. જો આપ કાર સાથે આવવાના હો તો આપની કાર સિવીક સેન્ટર, લેમ્પટન રોડ, હંસલો TW3 4DN ખાતે પાર્ક કરવા વિનંતી છે. ત્યાંથી મેળાના સ્થળે આવવા માટે શટલ બસ સેવા મળશે. નજીકનું ટ્યુબ સ્ટેશન અોસ્ટર્લી છે.
ભારતીય સ્વાતંત્ર્ય દિનના કાર્યક્રમો
* ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા તા. ૧૫-૮-૧૫ શનિવારના રોજ સાંજે ૭ કલાકે બેલગ્રેવ નેઇબરહુડ સેન્ટર, લેસ્ટર ખાતે ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અલ્પાહારનો લાભ મળશે. સંપર્ક: 0115 6266 8266.
* વિશ્વ હિન્દુ પરિષદ યુકે સાઉથ લંડન શાખા, ૧૦ થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ CR7 6JN ખાતે તા. ૧૬-૮-૧૫ રવિવારના રોજ બપોરે ૧થી ૪ દરમિયાન ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. સંપર્ક: 020 8665 5502.
* નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ, NAPS હોલ, ૨૬બી ટૂટીંગ હાઇ સ્ટ્રીટ, SW17 0RJ ખાતે તા. ૧૫-૮-૧૫ના રોજ સાંજે ૬ કલાકે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રગીત, ધ્વજવંદન અને અલ્પાહારનો લાભ મળશે. સંપર્ક: પ્રવીણભાઇ 020 8337 2873.
* હિન્દુ કાઉન્સિલ અોફ બ્રેન્ટ દ્વારા ફેડરેશન અોફ પાટીદાર સમાજ, લંડન રોડ, વેમ્બલી HA0 7EX ખાતે શનિવાર તા. ૧૫-૮-૧૫ના રોજ સાંજે ૭-૩૦થી ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે.
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૧૫-૮-૧૫ના રોજ સાંજે ૭ કલાકે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે કલ્ચરલ વેરાયટી શોનું આયોજન કરાયું છે. સંપર્ક: 01772 253 901.
* શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે શનિવાર તા. ૧૫-૮-૧૫ના રોજ બપોરે ૧-૩૦થી ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. તા, ૧૬ના રોજ ઇન્ડિયન જીમખાના ખાતે સ્વાતંત્ર્ય દિનના મેળામાં મંદિરના સ્ટોલની મુલાકાત લેવા વિનંતી. સંપર્ક: સીજે રાભેરૂ 07958 275 222.
* સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે તા. ૧૫-૮-૧૫ના રોજ રાતના ૮થી ૧૦ દરમિયાન ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. દેશ ભક્તિના ગીતો રજૂ થશે. સંપર્ક: 020 8426 0678.
* અનુપમ મિશન, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ UB9 4NA ખાતે તા. ૧૫-૮-૧૫ના બપોરે ૪-૩૦ કલાકે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે અગ્રણીઅો રાષ્ટ્ર ધ્વજ લહેરાવશે. સંપર્ક: મંદિર 01895 832 709.
* કિંગસ્ટન અપોન થેમ્સના મેયર દ્વારા તા. ૧૫-૮-૧૫ના રોજ બપોરે ૪-૩૦થી સાંજના ૬-૩૦ દરમિયાન ધ ક્વીન એન સ્યુટ, ગિલ્ડ હોલ, હાઇ સ્ટ્રીટ, કિંગ્સટન અપોન થેમ્સ KT1 1EU ખાતે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.