શનિવાર, તા. ૧૫ ઓગસ્ટના રોજ મીરા નર્સિંગ હોમની ૨૫મી વર્ષગાંઠની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મીરા નર્સિંગ હોમ ૫૪ પથારી સાથેનું શાકાહારીઅો માટેનું સ્પેશિયાલિસ્ટ કેર હોમ છે અને ડીમેન્શિયાથી પીડાતા રહેવાસીઓ સહિત એશિયન કોમ્યુનિટી માટે વિશેષ સુવિધા વિકસાવાઈ છે.
આ પ્રસંગે બ્રેન્ટના ડેપ્યુટી મેયર કાઉન્સિલર પરવેઝ અહેમદ તેમજ એડલ્ટ્સ, હેલ્થ અને વેલ્ફેરનો હવાલો સંભાળતા કાઉન્સિલર કૃપેશ હિરાણી, કેર હોમના નિવાસીઓ, તેમના સગાંસંબંધીઓ, સ્ટાફ તેમજ કેર હોમમાં સેવા આપતા અન્ય પ્રોફેશનલ્સ સહિત સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. કેર હોમના ડિરેક્ટર્સ શ્રી વિપિન, શ્રીમતિ સુષ્મા અને નિખીલ નાયરે સૌનું ભાવભીનું સ્વાગત કર્યું હતું અને સર્વે મહેમાનોની સરભરા આગતા સ્વાગતાની કાળજી લીધી હતી.
આ પ્રસંગે બહુસાંસ્કૃતિક ગીત-સંગીત તેમજ સાઉથ ઇન્ડિયન ડીશીઝ ઈડલી, વડા-સંભાર, સાદા અને મસાલા ઢોંસાનો સૌએ આહ્લાદક વાતાવરણમાં આસ્વાદ માણ્યો હતો. આ કેર હોમ ૨૫ વર્ષ દરમિયાન ઘણા સારા CQC ઈન્સ્પેક્શન સાથે શ્રેષ્ઠ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. કેર હોમના નિવાસીઓને સારી દેખરેખ અને માયાળુ વ્યવહાર સાથેની સેવા અને અસરકારક કોમ્યુનિકેશન જળવાય તેની ચોકસાઈ માટે સ્ટાફની કાળજીપૂર્વક પસંદગી કરાય છે. કેર હોમમાં ટુંક સમયમાં સ્પેશિયાલિસ્ટ કેર યુનિટ અને ડોમિસિયલરી કેર યુનિટની સુવિધા સામેલ કરવામાં આવશે અને આ માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે.
કેરહોમમાં ૨૪ કલાકની નર્સિંગ સંભાળ/ EMI કેર, ડીમેન્શિયા ધરાવતા સર્વિસ યુઝર માટે યુનિટનો સમાવેશ કરાયો છે અને સુશોભિત રૂમ્સમાં ટેલિફોન, ઝી/ સોની ટીવી, ડેટા સિસ્ટમ સાથે સંપૂર્ણ નેટવર્કની આધુનિક સવલતો સામેલ કરાઇ છે. અહિં બે વિશાળ આરામપ્રદ લાઉન્જ, બે વિશાળ ડાઈનિંગ એરિયા, બ્રેકફાસ્ટ બાર્સ, વિશાળ કન્ઝર્વેટરી, તમામ ફ્લોર્સ માટે બે લિફ્ટ, આકર્ષક લેન્ડસ્કેપ ગાર્ડન અને વ્હીલચેરની સુવિધા કેરહોમના રહેવાસીઅોને ખૂબજ સુંદર સવલત આપે છે તેમજ મુલાકાતીઓ માટે કાર પાર્કિંગની પણ વ્યવસ્થા છે. કેરહોમમાં શાકાહારી વાનગીઓ પીરસવામાં આવે છે અને સૌથી મહત્વની ધાર્મિક / સામાજિક પ્રવૃત્તિઓમાં સૌ ભાગ લે છે. વિઝિટિંગ પોડિયાટ્રિસ્ટ, ઓપ્ટિશિયન, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ અને G.Pની સેવાઓ આપવામાં આવે છે.
મીરા નર્સિંગ હોમને ૨૫મી વર્ષગાંઠ પ્રસંગે 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઅો. સંપર્ક: 020 8204 9140/41 અને www.meeranursing.com
૦૦૦૦૦
ઉજવણીમાં ઉપસ્થિત અગ્રણીઅો