બર્મિંગહામ ખાતે રહેતા શ્રી મોહનભાઇ ભીમજીભાઇ લાડવાનું ગત તા. ૬ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ બર્મિંગહામ ખાતે લાંબા સમયની બીમારી બાદ નિધન થયું હતું. સદ્ગત મોહનભાઇનો જન્મ તા. ૨૮ સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ ભારતના પોરબંદર ખાતે થયો હતા અને દારેસલામ ખાતે વસવાટ બાદ યુકે આવ્યા હતા. જ્યાં તેમના મોટા દિકરા મુકેશભાઇનો જન્મ થયો હતો.
સદ્ગત મોહનભાઇને અંજલિ અર્પણ કરવા તા. ૬ના રોજ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, બર્મિંગહામ ખાતે પ્રાર્થના સભા યોજાઇ હતી જ્યારે તેમની અંતિમ વિધી શનિવાર થા. ૧૨ સપ્ટેમ્બરના રોજ બર્મિંગહામ પેરી ક્રિમેટોરિયમ ખાતે થઇ હતી અને તે પછી લક્ષ્મીનારાયણ મંદિર, બર્મિંગહામ ખાતે સૌએ ભોજન લીધું હતું.
શ્રી મોહનભાઇ લાડવા ખૂબજ વિનમ્ર સ્વભાવ અને ઉચ્ચત્તમ મુલ્યો ધરાવતા હતા. તેઅો પોતાના પાછળ પત્ની હેમલત્તાબેન, પુત્રો મુકેશ, મનોજ અને વિપુલ તેમજ દિકરીઅો નીશા, દિના અને જસપ્રતીને તેમજ પૌત્ર-પૌત્રીઅો વિશાલ, અવની અને અંજલિને વિલાપ કરતા મૂકી ગયા છે.
શ્રી મોહનભાઇના અંતિમ સંસ્કાર વખતે નાનકડી અવનિએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે 'બીમાર હોવા છતાં મારા દાદા કેટલા જ્ઞાની અને સમજદાર હતા. તેમને ભજીયા ખૂબજ ભાવતા હતા. બાપા હંમેશા અમને સરસ ભેટ આપતા હતા અને તેઅો અંજલિ કરતા પણ સારૂ ઇંગ્લીશ બોલતા હતા. મારા દાદા ખૂબજ હસાવતા હતા.'