પેરિસઃ ફ્રાન્સના યજમાનપદે યોજાયેલી AI એકશન સમિટને સહ-અધ્યક્ષપદેથી સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)માં દુનિયા બદલવાની તાકાત છે. વિશ્વના હિત માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય તે સમયની માગ છે.
જોકે વિશ્વના રાજદ્વારીઓની નજર આ સમિટની સમાંતરે વડાપ્રધાન મોદી અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ વચ્ચે યોજાયેલી બેઠક પર હતી. મોદીએ સમિટના ઉદ્ઘાટન સત્ર બાદ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ સાથે ઔપચારિક બેઠક યોજી હતી. ભારત-અમેરિકાના ટોચના નેતાઓની આ બેઠકમાં વડાપ્રધાન મોદીના બુધવારથી શરૂ થતા બે દિવસના યુએસ પ્રવાસ દરમિયાન થનારી મંત્રણાને આખરી ઓપ અપાયો હોવાનું મનાય છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ આમંત્રણથી મોદી અમેરિકાના પ્રવાસે જઇ રહ્યા છે.
(વિશેષ અહેવાલ પાન 17)