ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના તંત્રી સી.બી. પટેલ દ્વારા લેબર પાર્ટીના વિવાદાસ્પદ કાશ્મીર ઠરાવ મુદ્દે વિરોધ દર્શાવનારી બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીની સંસ્થાઓની એક બેઠક ૧૬ ઓક્ટોબરે પાર્લામેન્ટમાં યોજાઈ હતી તે સંબંધે અને આપણી ભાવિ યોજનાઓ સંદર્ભે હું આ અખબારના વાચકોને સહભાગી બનાવવા ઈચ્છું છું. સૌ પ્રથમ તો બેઠકના અધ્યક્ષ તરીકે મારા વિચારો અને તે પછી આપણી ભાવિ યોજનાઓ જણાવીશ. ‘સીબીએ બેઠકમાં સત્તાવાર આમંત્રણ અપાયું હતું તેમને પોતાના આમંત્રણ ઈમેઈલમાં ઉલ્લેખ કર્યો હતો તેમ તેમણે ૪૩ વર્ષની પ્રકાશન કામગીરીમાં લાગણીની આવી શક્તિ નિહાળી નથી.
આ સપ્તાહના આરંભે કોઈએ ફેસબૂક પર ભલે મજાકમાં પણ ટીપ્પણી લખી હતી, ‘કોર્બીન તમારો આભાર! તમે બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી માટે એ કર્યું છે જે હજુ સુધી કોઈ કરી શક્યું નથી- તે આ બધાને સાથે લાવવાનું કામ છે!!!
આથી, આજની બેઠકનો મુખ્ય હેતુઓમાંનો એક આપણે આ પળને આ ઉભરતી એકતાને નક્કર બનાવવા તરફ આગળ વધીએ અને આ વિધેયાત્મક કદમ પર આગળ વધી તને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા કરવાનું છે.
આથી હું સીબીને પોતાના કેટલાક પ્રતિભાવોમાં આપણને સહભાગી બનાવવા થોડા સમયમાં જ જણાવીશ.
એક નમ્ર વિનંતી સાથે શરૂઆત કરીએ. એકતા ઉભરી રહી હોવાં છતાં આપણે સ્વાભાવિકપણે અલગ અલગ મત અને તીવ્ર અભિપ્રાયો ધરાવીએ છીએ. આપણે તેની રજૂઆત શાંતિ, વિનમ્રતા અને આદર સાથે કરીએ. મહેરબાની કરીને શિષ્ટાચારના અભાવથી આપણા યજમાન લોર્ડ ગઢિયાને ક્ષોભજનક પરિસ્થિતિમાં ન મૂકીએ. પાર્લામેન્ટમાં આ ખંડ આપણને અપાવવા માટે લોર્ડ ગઢિયાનો આભાર માનવાની તક હું ઝડપી લઉં છું. અન્ય વ્યસ્તતાઓ હોવાં છતાં, તેઓ નીરિક્ષક તરીકે કાર્યવાહીમાં હાજર રહેવા સંમત થયા તેનો મને આનંદ છે અને કદાચ કાર્યક્રમના સમાપને તેઓ પોતાનો પ્રતિભાવ પણ આપી શકે છે.
આપણી ચર્ચા સંબંધે હું ત્રણ નીરિક્ષણો વ્યક્ત કરું છું.
પ્રથમઃ આ પત્રમાં સહી કરનારા અને આ ખંડમાં ઉપસ્થિત હિન્દુ સંસ્થાઓની સંખ્યા વધારે છે પરંતુ, આ માત્ર હિન્દુ મુદ્દો નથી-આ ભારતીય મુદ્દો છે અને તેને આ તરીકે જ નિહાળવો જોઈએ. આથી, જૈન અને શીખ સંસ્થાઓ પણ અન્યોના જેટલી જ આ ગ્રૂપની હિસ્સેદાર છે અને આપણે ભારતીય મુસ્લિમ સંસ્થાઓને પણ આવકારી છે જેથી, આ કોઈ માત્ર ધાર્મિક મુદ્દો બની રહે નહિ.
બીજું નીરિક્ષણઃ લોકોને કેવી રીતે મત આપવો તેમ કહેવાના અર્થમાં આ કોઈ પક્ષીય રાજકીય બેઠક નથી. આ તો મતપેટીની પ્રાઈવસીમાં તેમણે ખુદ નિર્ણય લેવાની બાબત છે. આપણે તો માત્ર એટલી ચોકસાઈ કરવા માગીએ છીએ કે લેબર પાર્ટી આ કોમ્યુનિટીમાં પ્રવર્તતી લાગણીની તાકાત વિશે જાગૃત થાય તેમજ ભારત અને બ્રિટિશ ભારતીયો પ્રત્યે તેની પોલિસી અને વલણોમાં પરિવર્તન લાવે. આપણો આવો સંદેશ દરેક રાજકીય પક્ષોને એકસમાન રીતે લાગુ પડે છે.
ત્રીજું નીરિક્ષણઃ આપણે માત્ર એકબીજાના બોલના પડઘા પાડતી ચેમ્બર બનાવાની જાળમાં ફસાઈ જવા ઈચ્છતા નથી. સોશિયલ મીડિયા અને વોટ્સએપની હાજરીમાં કડક શબ્દો સાથેના નિવેદનોનો અન્ય લોકોમાં પ્રસાર કરવાથી પ્રભાવ અને પરિવર્તન લાવી શકાશે તેમ માની લેવું સહેલું છે. આપણે કોના પર પ્રભાવ પાડવા માગીએ છીએ અને આપણે તે કેવી રીતે કરીશું તેમજ આપણી પોતાની કોમ્યુનિટીઓમાં સર્વસંમતિને મજબૂત બનાવવાથી પણ આગળ શેનાથી આપણે વધારે વિશ્વસનીયતા પ્રાપ્ત કરી શકીશું તેનો આપણે કાળજીપૂર્વક વિચાર કરવો આવશ્યક છે. આથી આપણે સોમવારે પત્ર જારી કર્યો, જે ખૂબ પ્રસાર પામ્યો ત્યારે આપણે નિશ્ચિત હતા કે આપણે સામાન્ય શકમંદો અને ઓડિયન્સીસને લક્ષ્ય બનાવી રહ્યા નથી. લોર્ડ ગઢિયાની મદદથી આપણે ITVના પોલિટિકલ એડિટર રોબર્ટ પેસ્ટોન થકી એક નહિ, બે વખત ટ્વીટ્સ કરાવી શક્યા. આનું વિશેષ મહત્ત્વ છે. પેસ્ટોન દરેક પાર્લામેન્ટેરિઅન દ્વારા અનુસરાતા અગ્રણી પોલિટિકલ કોમેન્ટેટર છે એટલું જ નહિ, તેઓ બધા મુદ્દા યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. અહીં એકત્ર થયેલી સંસ્થાઓના ટ્વીટર પર થોડા સેંકડો અથવા હજારો ફોલોઅર્સ હોઈ શકે છે પરંતુ, પેસ્ટોન દસ લાખ કરતાં વધુ ફોલોઅર્સ અને સામાન્યપણે કોઈની પહોંચ હોય તેના કરતા વધુ અને વિવિધ ઓડિયન્સીસ ધરાવે છે. આ જ રીતે, આપણે Guido Fawkes જેવી સાઈટ્સ અને ટોમ હારવૂડ જેવા કોમેન્ટેટર્સનું ધ્યાન પણ આકર્ષિત કરી શક્યા છીએ. મેઈનસ્ટ્રીમ-મુખ્યપ્રવાહમાં પહોંચ્યા વિના તો આપણે નવીસવી પેઢી તરીકે બાજુએ ધકેલાઈ જઈએ તેવું જોખમ પણ રહેલું છે.’
આ પછી, સીબીએ મેદાન સંભાળી લીધુ હતું અને કેટલાક મુદ્દા આવરી લીધા હતા, જેમાં સીબી ચાર દાયકાથી વધુ સમયગાળામાં જેમની સાથે સંકળાયેલા હતા તેવા અન્ય કેમ્પેઈનો સાથે સરખામણી; આપણા કેટલાક સંગઠનોએ હજુ આ પત્રને સમર્થન આપ્યું નથી અને તેમણે આ સંગઠનોને સમજાવવા પ્રયાસ કર્યા છે અને હજુ પ્રયાસ કરતા રહેશે. આ સંગઠનોએ સંખ્યાની તાકાત અને સારા લોકોની સાથે રહેવામાં મળતા સંતોષને વિચારવો જોઈએ; આપણે દોડતાં થઈએ તે પહેલા ચાલવાનું શીખવું જોઈએ; વિચારો તો ઘણાં હશે અને કેટલાક લોકો વધુ આક્રમક બનવા માગશે અને પોતાના વલણને સંઘર્ષમાં પણ ઉતારશે જ્યારે કેટલાક લોકો વધુ સૌમ્ય અભિગમ દર્શાવવા ઈચ્છશે. જો આપણે લોકોને સાથે રાખવા ઈચ્છતા હોઈએ તો યોગ્ય સંતુલન સાધવું પડશે. એકદમ ઝડપે આગળ વધવું અથવા એકતાનું મહત્તમ બલિદાન આપવું પડે તેના કરતાં વધુ અને વધુ લોકોને સાથે લઈને ચાલીએ તેનું મહત્ત્વ વિશેષ છે.
સીબીએ એ પણ સમજાવ્યું કે ભારતીયોની ભાવિ પેઢી કદાચ અલગ રીતે કાર્ય કરવા ઈચ્છે. તેઓ વધુ પ્રોફેશનલ છે- તેઓને સંસ્થાઓમાં કે હોદ્દાઓમાં નહિ પરંતુ, પરિણામોમાં વધુ રસ હોય છે. આપણે તેમને માર્ગદર્શન આપવું જોઈએ પરંતુ, તેમની પાસેથી શીખવું પણ જોઈએ અને તેમની પ્રતિભાઓનો ઉપયોગ કરવો જોઈએ. આપણે પોતાની વૈવિધ્યતાઓ તરફ પણ નજર રાખવી પડશે. જ્હાન્વી અને પ્રેરણા (સિટી હિન્દુ નેટવર્ક) જેવાંએ ખાસ આગળ આવવું જોઈએ કારણકે આપણે વધુ સંખ્યામાં મહિલાઓ અને યુવાન લોકોની પણ જરૂર છે.
આ પછી અમે એક્શનનો પ્રથમ મુદ્દો રજૂ કર્યો હતો. રાજકારણીઓ સાથે કામ કરવામાં વિવિધ સંસ્થાઓ દીવાળીના શુભ પર્વે પ્રતિજ્ઞાપત્રનો ઉપયોગ કરી શકે છે. મેં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને સમજ આપી તે રીતે, આપણે ઘણા લોકોને બોલવા તેમજ પાંચ મુદ્દાની પ્રતિજ્ઞા (આ પ્રતિજ્ઞાપત્ર તમને અહીં વાચવા મળશે) અપનાવવા કહી શકીએ છીએ. કોઈએ વિરોધ નોંધાવ્યો નહિ અને ઘણા લોકોએ પોતાના વિચારો દર્શાવ્યા. એક વૃદ્ધ વડીલે જરા વિષયાંતર કરીને તેમની ૭૦ વર્ષની વયે પણ યુવાનીના તરવરાટ સાથે મંદિરોના નેટવર્ક્સ મારફત યુવાનો સાથે સંપર્ક સાધવાની પણ વાત કરી હતી. આ મેળાવડો માત્ર ગંભીર જ ન રહ્યો પરંતુ, હંમેશની જેમ સારા વિચારો સાથેનો કાર્યક્રમ બની રહ્યો.
અમે માનીએ છીએ કે પત્ર પછીના કાર્યક્રમ તાકીદે હાથ ધરવાનું મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને દીવાળીના પર્વે રાજકારણીઓ મંદિરોની મુલાકાત લેવાનું ઈચ્છતા હોય છે. આપણે આપણી માગણીઓમાં વાસ્તવવાદી, નીડર, મક્કમ અને સાતત્યપૂર્ણ રહેવાની આવશ્યકતા છે. આથી અમે ટીમ સાથે મળીને પાંચ મુદ્દાનું પ્રતિજ્ઞાપત્ર બનાવવાનું કામ કર્યું છે. જો રાજકારણીઓ દીવાળીની મોસમમાં આવકાર મેળવવા માગતા હોય તો તેમણે આ પાંચ પ્રતિજ્ઞા લેવી જોઈએ.
BAPS સમગ્ર યુકેમાં પ્રોફાઈલ અને પ્રતિ સપ્તાહ તેમના દ્વારે આવતા મુલાકાતીઓ- ભક્તોની સંખ્યાના આધારે સૌથી વિશાળ મંદિર નેટવર્ક ધરાવે છે અને તેમણે તત્કાર આ પ્રતિજ્ઞાપત્રને અપનાવવા સંમતિ દર્શાવી હતી.
હવે આગળ વધીએ તો, સરકારમાં અને સંખ્યામાં આપણા અંગત નેટવર્ક્સના આધારે પણ જોરદાર લોબીઈંગ અને પ્રચારકાર્ય કરવાનું રહેશે. સંસ્થાઓએ આધુનિક કોમ્યુનિકેશન્સમાં કૌશલ્યના (સિત્તેરના દાયકામાં રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોમ્યુનિકેશન્સમાં મહત્ત્વના વર્તમાન પ્રકાર ટ્વીટરમાં માસ્ટરી હાસલ કરી છે) અભાવ સહિતના જે મુદ્દા ઉપસ્થિત કર્યા તેમાં મદદ સાથે અમે મજબૂત તાકાત ઉભી કરીશું અને તેમના મુદ્દાઓ- ઉદ્દેશોને પ્રકાશમાં લાવવા અમે સંયુક્ત પ્લેટફોર્મ પણ પુરું પાડીશું. સોનલ શેર દ્વારા કાશ્મીરી નિર્વાસિતોનો મુદ્દો વાક્પટુતા સાથે ઉઠાવાયો હતો. તેમણે આ પછી મને એમ પણ લખ્યું હતું કે,‘કાશ્મીરી પંડિત તરીકે, અમારી એકલયાત્રા બની રહી હતી તેના સમર્થનમાં આટલી બધી સંસ્થાઓને ઉભી થયેલી જોઈને દિલ ભરાઈ આવ્યું. આટલા દિવસો સુધી અસંખ્ય લોકોને જાણ જ ન હતી કે અમારી સાથે શું થયું હતું અને તે ખરેખર શરમજનક છે!’ તમે કાશ્મીરીઓની કથા http://bit.ly/kashmirpandits સાઈટ પર વાંચી શકો છો.
પાર્લામેન્ટમાં બ્રિટિશ ભારતીય સંગઠનોની સૌથી વિશાળ અને એકમાત્ર એકતાપૂર્ણ બેઠકમાં આ એક રેફ્યુજી, સંગઠનોના એક સભ્ય દ્વારા કહેવાયેલી વાત હતી.
આ લોકોએ મૌન રહીને યાતના-પીડા સહન કરવી પડી છે, આથી જ, બધાને એક ખંડમાં એકત્ર કરવાનું મહત્ત્વપૂર્ણ હતું. તલવાર અને બંદૂકના બીજા છેડે રહીને જેમણે સહન કર્યું છે તેમને અવાજ અપાયો, આનાથી વધુ વિશ્વનીયતા શું હોઈ શકે. એકત્ર થવાની આપણી સીધીસાદી તાકાત થકી પ્લેટફોર્મ, મજબૂત શક્તિ, સપોર્ટ અને લાભ. આ જ કાયદેસરતા- યથાર્થતા અને પ્રભાવ છે - જેનો સંપૂર્ણપણે વિનાશ કરાયો છે.
પ્રતિનિધિઓ વક્તા સોનલ શેર (દેખી શકાતાં નથી)ના કાશ્મીરમાં નિર્વાસિત બનાવી દેવાયાંનાં તેમનાં અનુભવોનું વર્ણન ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે.
સીબી. પટેલે યુકેમાં બ્રિટિશ ઈન્ડિયનો દ્વારા પોતાના અધિકારો માટે ચલાવાયેલા અભિયાનોના ઈતિહાસની રુપરેખા આપી હતી.