આપણી સંસ્કૃતિ, સમુદાય અને માતૃભૂમિને અંજલિ

‘હીરા તો સદાકાળ છે તો નીતિમૂલ્યો પણ સદાકાળ છે’ઃ મળીએ અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ અને પરગજુ શ્રી ગોવિંદભાઈ ધોળકીઆને

Wednesday 01st March 2023 07:42 EST
 
 

‘હીરા તો સદાકાળ છે તો નીતિમૂલ્યો પણ સદાકાળ છે’ઃ મળીએ અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ અને પરગજુ શ્રી ગોવિંદભાઈ ધોળકીઆને

ગુજરાત સમાચારની સુવર્ણ જયંતી ઉજવણીના ભાગરૂપે ‘આપણી સંસ્કૃતિ, સમુદાય અને માતૃભૂમિને અંજલિ’ શ્રેણીમાં અમે ભારતના દીર્ઘદૃષ્ટા-કલ્પનાશીલ નેતા, ડાયમન્ડ માંધાતા અને પરગજુ મહાનુભાવ શ્રી ગોવિંદભાઈ ધોળકીઆનું સન્માન કરતા આનંદ અનુભવીએ છીએ.
‘ડાયમન્ડ્સ આર ફોરેવર, સો આર મોરલ્સ’ઃ મીટ લીડિંગ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઆલિસ્ટ એન્ડ ફિલાન્થ્રોપિસ્ટ શ્રી ગોવિંદ ધોળકીઆ’ કાર્યક્રમનું આયોજન હાઉસ ઓફ લોર્ડ્સના ચોલમોન્ડલે રૂમ એન્ડ ટેરેસ ખાતે સોમવાર, 6 માર્ચ 2023ના દિવસે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ તરીકે લોર્ડ ભીખુ પારેખ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં પ્રવેશ મર્યાદિત છે અને માત્ર આમંત્રિતો માટે જ છે!

જાહેર કાર્યક્રમોઃ

મીટ એન્ડ ગ્રીટ

શ્રી ગોવિંદભાઈ ધોળકીઆ

આ કાર્યક્રમ એકબીજાની નિકટ આવવા અને આપણી સંસ્કૃતિ, મૂલ્યો અને માતૃભૂમિને યાદ કરવાના બહેતર માર્ગ તરીકે પરસ્પરને સમજવાના પ્લેટફોર્મ બની રહેશે. આ કાર્યક્રમ થકી આપણે ભારતના દીર્ઘદૃષ્ટા-કલ્પનાશીલ નેતા, ડાયમન્ડ માંધાતા અને પરગજુ મહાનુભાવ શ્રી ગોવિંદભાઈ ધોળકીઆને મળવા, અભિનંદવા અને સન્માનિત કરવા માગીએ છીએ.
શ્રી ગોવિંદભાઈ ધોળકીઆ ગ્લોબલ ડાયમન્ડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિમિટેડ (SRK)ના સ્થાપક અને ચેરમેન છે. કંપનીમાં 6000થી વધુ સભ્યો કાર્યરત છે. પાંચ દાયકાથી વધુ સમયથી નિઃસ્વાર્થ સામાજિક કલ્યાણના કાર્યો થકી હજારો લોકોના જીવનને સ્પર્શવામાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમના વિવિધ ટ્રસ્ટો મારફતે 30 લાખથી વધુ લોકોએ શૈક્ષણિક સ્કોલરશિપ્સ અને મેડિકલ અનિવાર્યતાઓ માટે નાણાકીય સહાય પ્રાપ્ત કરી છે.
અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A), ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) – દિલ્હી તેમજ અન્ય પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ દ્વારા વિચારપ્રેરક વક્તા- મોટિવેશનલ સ્પીકર તરીકે તેમને અવાનવાર આમંત્રિત કરવામાં આવે છે.
SRKની અત્યાધુનિક ક્રાફ્ટિંગ સવલતો, USGBC ગ્રીન બિલ્ડિંગ્સ ભારતના સુરતમાં આવેલા છે અને કંપનીનું વડું મથક મુંબઈમાં છે. તેમની દૂરદર્શી કલ્પનાશીલતા અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાથી ગતિશીલ SRK અનેક ઘરઆંગણાની અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ, એવોર્ડ્સ અને કદર માન્યતાઓનું ગૌરવ લઈ શકે છે.
ગોવિંદભાઈનો જન્મ દૂધાળા ગામના ખેડૂત પરિવારમાં થયો હતો અને તેમણે સાતમા ધોરણ સુધીનું શિક્ષણ લીધું હતું. આ પછી, તેમણે પરિવારને ટેકો કરવા 1964માં ડાયમન્ડ કટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે બે મિત્રો સાથે મળી 1976માં SRKની સ્થાપના કરી હતી જે આજે ડાયમન્ડ વિશ્વમાં ‘Numero Uno -એક નંબર’ તરીકે પ્રસ્થાપિત છે.
તેમણે પોતાની માતાની પૂણ્યસ્મૃતિ અને સન્માનમાં 2006માં ‘સંતોકબા હ્યુમેનિટેરિઅન એવોર્ડ’ની સ્થાપના કરી હતી. આ એવોર્ડ રતન ટાટા, દલાઈ લામા, કૈલાશ સત્યાર્થી, ફાધર વાલેસ સહિત13 પ્રસિદ્ધ વ્યક્તિત્વોને તેમના માનવતાવાદી કાર્યોના સંદર્ભે એનાયત કરાયો છે.
તેમને વર્ષ 2017માં યુ.એસ. ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (USGBC) દ્વારા 42મા અમેરિકન પ્રેસિડેન્ટ મિ. બિલ ક્લિન્ટનની ઉપસ્થિતિમાં ‘લીડરશિપ એવોર્ડ’થી વિભૂષિત કરવામાં આવ્યા હતા. ‘હું કશું જ નથી પણ હું બધું કરી શકું છું’ અને ‘સમસ્યા એ જ પ્રગતિ છે’ જેવી તેમની વિચારધારાએ તેમની સફળતાનો મજબૂત પાયો નાખ્યો છે અને ઘણા લોકોના જીવનને પ્રેરણા પૂરી પાડી છે.
તેઓ જેને ‘જીવનની ત્રિમૂર્ત - Triads of life ’ કહે છે તેવી જીવનની માર્ગદર્શક ફિલોસોફીએ તેમના જીવનનું ઘડતર કર્યું છે. આ ફિલોસોફીમાં ત્રણ મૂળભૂત માન્યતાઓ કે - પ્રામાણિકતા અને નીતિએ તમામ માનવપ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવી જોઈએ, એક ઈશ્વર અથવા અદૃશ્ય શક્તિ છે તે સર્વત્ર પ્રસરેલી છે અને આખરે પરિવાર વ્યક્તિના જીવનના કેન્દ્રમાં રહેવો જોઈએનો સમાવેશ થાય છે.
તેમની તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલી આત્મકથા ‘Diamond are forever, so are morals’માં ભારતના વડા પ્રધાન, ભારતના રાષ્ટ્રપતિઓ અને ભારતના બિઝનેસ અગ્રણીઓ સાથે તેમની નિકટતા સહિત તેમના જીવનવૃતાંતનો સમાવેશ થયો છે.
તેઓ ઉષ્માસભર અને સ્વતંત્ર દિમાગ, વિચારશીલ, નિર્ણાયક, નબળાં અને અશક્ત લોકોની ચિંતા કરનારા, પોતાના બિઝનેસના સંચાલનમાં સંકળાયેલા પોતાના કામદારો માટે ગૌરવ ધરાવતા અને વિસ્તૃત પરિવાર પ્રતિ કટિબદ્ધતા ધરાવનારા ઉત્કૃષ્ટ માનવી છે. એક સામાન્ય માન્યતા ચાલતી આવી છે કે સફળ બિઝનેસમેન ભાગ્યે જ નીતિમત્તાની દૃષ્ટિએ શાલીન અને શિષ્ટ માનવી હોય છે. જોકે, ગોવિંદભાઈનું જીવન આનાથી વિપરીત છે અને પ્રાચીન કથન ‘વ્યક્તિને જીવનનું સંચાલન કરવામાં સફળતા મળવી એ જ યોગ છે’ને યથાર્થ ઠરાવે છે.
https://govinddholakia.com/

તારીખઃ 8 માર્ચ બુધવાર
સમયઃ સાંજના 6.00થી રાત્રિના 9.00
આ પછી ડિનરનો આસ્વાદ માણીશું.
સ્થળઃ ધામેચા લોહાણા સેન્ટર
બ્રીમ્બેર રોડ, સાઉથ હેરો,
હેરો HA2 8FF

મોરલ્સ અનરે્પ્ડ

ભારતના દીર્ઘદૃષ્ટા-કલ્પનાશીલ નેતા, ડાયમન્ડ માંધાતા અને પરગજુ મહાનુભાવ શ્રી ગોવિંદભાઈ ધોળકીઆ તેમના પુસ્તક ‘ડાયમન્ડ્સ આર ફોરેવર, સો આર મોરલ્સઃ એન ઓટોબાયોગ્રાફી ઓફ ગોવિંદ ધોળકીઆ’ માટે પણ વધુ જાણીતા છે.

નેહરૂ સેન્ટર લંડનના ડાયરેક્ટર અને હાઈ કમિશન ઓફ ઈન્ડિયા(HCI) માં મિનિસ્ટર ઓફ એજ્યુકેશન એન્ડ કલ્ચર, શ્રી અમીશ ત્રિપાઠી તેમના શિવ ગ્રંથત્રયી (ટ્રિલોજી) અને રામચંદ્ર શ્રેણી માટે પ્રખ્યાત છે. હાલમાં જ તેમનું પુસ્તક ‘વોર ઓફ લંકા’ પ્રસિદ્ધ થયું છે.
તેઓ ભારતીય મૂલ્યો અને નીતિમત્તાને શિરમોર સ્થાન આપવા સાથે વિશ્વભરમાં સનાતન વિચારધારાને વિસ્તારી રહ્યા છે. આપણે તેમની સાથે ‘મૂલ્યો’ વિશે પ્રશ્નોત્તરી કરીશું.

તારીખઃ 8 માર્ચ બુધવાર
સમયઃ સાંજના 6.00થી રાત્રિના 9.00
આ પછી ડિનરનો આસ્વાદ માણીશું.
સ્થળઃ ધામેચા લોહાણા સેન્ટર
બ્રીમ્બેર રોડ, સાઉથ હેરો,
હેરો HA2 8FF

રંગોના ઉત્સવ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીએ

રંગોના તહેવાર સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા અમારી સાથે સામેલ થાવ.
ઈન્ટરનેશનલ વિમેન્સ ડેની ઉજવણીનું થીમ ‘DigitALL: Innovation and technology for gender equality’ છે. આ કાર્યક્રમમાં પરિવર્તનકારી ટેકનોલોજી અને ડિજિટલ એજ્યુકેશનની પ્રગતિ-ઉન્નતિની હિમાયત કરનારી મહિલાઓ અને છોકરીઓની કદર સાથે ઉજવણી કરવામાં આવશે.

તારીખ અને સમયઃ
 8 માર્ચ બુધવાર, સવારના 10.30થી બપોરના 1.00
અતિથિવિશેષઃ શ્રીમતી સ્વિટી ધોળકીઆ
સ્થળઃ સત્તાવીસ પાટીદાર સેન્ટર
ફોર્ટી એવન્યુ, ધ એવન્યુ
વેમ્બલી પાર્ક, મિડલસેક્સ
HA9 9PE

------------------
આ ઉજવણીઓમાં સામેલ થવા માટે અમને [email protected] પર ઈ-મેઈલ કરો.
કાર્યક્રમમાં બેઠકો મર્યાદિત છે અને માત્ર વહેલા તે પહેલાના ધોરણે જ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter