ધ લેબર પાર્ટી
૧૮ ઓક્ટોબર ૨૦૧૯
ડિઅર મિ. પટેલ,
લેબર પાર્ટીના વાર્ષિક અધિવેશનમાં કાશ્મીર વિશે પસાર કરાયેલા ઈમર્જન્સી ઠરાવ સંબંધે અનેક બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી સંસ્થાઓ વતી આપના ૧૪ ઓક્ટોબરના પત્ર માટે ઘણો આભાર.
કાશ્મીર ઈમર્જન્સી પ્રસ્તાવ લેબર પાર્ટી કોન્ફરન્સની લોકશાહી પ્રક્રિયા થકી આવ્યો હતો. આમ છતાં, અમને લાગે છે કે ભારત અને ભારતીય ડાયસ્પોરા બંનેમાં તેમાં ઉપયોગમાં લેવાયેલી કેટલીક ભાષાનું ખોટું અર્થઘટન કરાયું હોય અથવા લેબર નીતિ પરત્વે ગેરસમજો તરફ દોરી જનારું હોઈ શકે છે.
લેબર કાશ્મીરની પરિસ્થિતિ સંબંધે બ્રિટનસ્થિત ભારતીય કોમ્યુનિટીમાં પ્રવર્તતી ચિંતાઓ અને સંવેદનશીલતાને સમજે છે અને આ ચિંતાઓને ઘણી ગંભીરતાથી લે છે.
લેબર પાર્ટી આંતરરાષ્ટ્રીયતાવાદી પાર્ટી છે અને કાશ્મીરના તમામ નાગરિકોના માનવ અધિકારોનું સન્માન જળવાય અને સમર્થન કરાય તેની ચોકસાઈ માટે પ્રતિબદ્ધ છે. તે અમારી પ્રાથમિકતા છે અને હું સંમત થાઉં છું કે આપણે ઉપખંડના રાજકારણને અહીં બ્રિટનમાં કોમ્યુનિટીઓમાં ભાગલા પાડવા દેવાની છૂટ આપવી ન જોઈએ. ભારતીય હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ સાથે સાત સપ્ટેમ્બરની વાતચીતમાં મેં લંડનમાં હાઈ કમિશન ઓફિસ પર ૧૫ ઓગસ્ટે કરાયેલી તોડફોડને વખોડી કાઢી હતી.
લેબર પાર્ટી કાશ્મીરમાં વર્તમાન માનવ અધિકાર કટોકટી તેમજ આ પ્રદેશમાં મીડિયા અને કોમ્યુનિકેશન્સ પર લદાયેલી મનાઈ બાબતે ગંભીર ચિંતા ધરાવે છે.
ભારત અને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયના સપોર્ટ સાથે કાશ્મીરી લોકોના માનવ અધિકારોનું રક્ષણ કરે અને તેમના ભવિષ્ય માટે અવાજ રજૂ કરવાના અધિકારનું સન્માન કરે તેવા શાંતિપૂર્ણ રાજકીય સમાધાન માટે સાથે મળી દ્વિપક્ષીય ધોરણે કાર્ય કરે તેની તાકીદની જરૂર છે.
લેબર પાર્ટી બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીનું ભારે મૂલ્ય આંકે છે, આદર અને માવજત કરે છે અને હું તમારા મંતવ્યો અને ચિંતા વિશે તમારા અને પત્રમાં સહી કરનારા અન્યો સાથે ચર્ચા કરવાની તકને આવકારીશ.
આદર સહ,
જેરેમી કોર્બીન MP
લેબર પાર્ટીના નેતા