ડિઅર હોમ સેક્રેટરી
હું આપને આ પત્ર મારા મતદારો અને સૂચિત કૂચ/રેલી સંદર્ભે મારો સંપર્ક કરનારા કેટલાક સંગઠનો વતી લખી રહ્યો છું. મેં લંડનના મેયરને પણ ૧૭ ઓક્ટોબર ૨૦૧૯ના આ સાથે સામેલ પત્ર દ્વારા તેમના હસ્તક્ષેપ ઈચ્છતી માગણી કરી છે.
વાસ્તવમાં ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ના દિવાળીના દિવસે કરાયેલું સૂચિત કૂચ/રેલીનું આયોજન હિન્દુ કોમ્યુનિટી માટે સંવેદનહીન અને અપમાનકારક છે. હિન્દુ કેલેન્ડરમાં દીવાળી સૌથી મહત્ત્વનો તહેવાર છે અને સૂચિત કૂચથી કોમ્યુનિટીમાં ચિંતા અને ભયનું વાતાવરણ ફેલાયું છે. આનાથી ભય વિના પોતાના ધર્મને અનુસરવાના તેમના સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન થાય છે એટલું જ નહિ, તેનાથી સર્જાનારી જાહેર અવ્યવસ્થા અને હિંસાને પણ પ્રશ્ન છે જે, આ વર્ષે ભારતીય હાઈ કમિશનની બહાર ભારતના સ્વાતંત્ર્ય દિને જોવાં મળ્યા હતા.
શાંતિને જાળવવા અને દીવાળીના ઉત્સવની શાંતિપૂર્ણ ઉજવણી માટે હું આપને નીચે મુજબ તાકીદના પગલાં ભરવા અનુરોધ કરું છુંઃ
(૧) કૂચ/સરઘસ પર પ્રતિબંધઃ દીવાલીના સમયગાળા તેમજ ચોથી નવેમ્બરની દીવાળીની ઉજવણી સમયે કૂચ/સરઘસ પર પ્રતિબંધ લગાવવા મહેરબાની. આ ઉજવણી લંડનની વૈવિધ્યતાને દર્શાવતો લોકપ્રિય વાર્ષિક કાર્યક્રમ છે અને મેયર ઓફ લંડન દ્વારા ટ્રફાલ્ગર સ્ક્વેર પર તેને ઉત્તેજન અપાય છે.
(૨) પોલીસિંગઃ ભારતીય હાઈ કમિશનની બહાર ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે જે અવ્યવસ્થા અને હિંસા જોવાં મળ્યાં તેનું પુનરાવર્તન અટકાવવા ભારતીય હાઈ કમિશન અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસ વ્યવસ્તાના પૂરતાં પગલાં લેવાય તેની ચોકસાઈ રાખવા વિનંતી છે. સંબંધિત સત્તાવાળાઓ ભારતીય હાઈ કમિશન સાથે મળીને કામ કરે તે મહત્ત્વનું છે. મેં આ બાબતે મેયર ઓફ લંડન અને કમિશનર ઓફ મેટ્રોપોલીટન પોલીસનો પણ સંપર્ક કર્યો છે.
આ બાબતે તમારા અને સંબંધિત સત્તામંડળો દ્વારા તાકીદે કાર્યવાહીનો અનુરોધ કરું છું તેમજ વિધેયાત્મક પ્રતિભાવ મેળવવા આતુર છું.
શુભેચ્છા સહ,
નવીન શાહ AM